Saturday 27 July 2013

I AM PROUD TO BE "AN INDIAN"?

I AM PROUD TO BE "AN INDIAN"?

 
  "આ દેશમાં તમને કોઈ ભારતીય મળશે?
ગુજરાતમાં જશો તો ગુજરાતી, મહારાષ્ટ્રમાં  જશો તો  મરાઠી, પંજાબમાં જશો તો પંજાબી, રાજસ્થાનમાં મારવાડી.... પણ કોઈ ભારતીય તમને નહી મળે!!! અમરિકામાં અમરીકી, રશિયામાં રશિયન, જર્મની માં જર્મન, ચીનમાં ચીની,  જાપાનમાં જાપનીઝ........ આવી રીતે તમને ઉત્તર થી દક્ષીણ અને પૂર્વ થી પશ્ચિમમાં ક્યાય પણ ભારતીય નહિ મળે . હા, મળશે તમને ભારતીય ફક્ત ભારત-પાકિસ્તાનના ક્રિકેટ ના મેચમાં અથવા હોકીના મેચમાં" આવો જ કાંઇક ડાયલોગ હોય છે "ખટ્ટા-મીઠા" ફિલ્મનો .    

    લોકોને  ભારતીય  છે તેવું કહેવા કરતા વધારે રસ હોય છે એ દર્શાવવામાં કે "में गुजराती  हु, आप कहा से हो?" આ પણ  વાસ્તવિકતા છે . હાલનો  મુદ્દો ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ ને અલગ રાજ્ય  બનાવવાનો, આવી જ રીતે લગભગ  બે વર્ષથી ચાલતો આંધ્રપ્રદેશ નો મુદ્દો  તેલંગાણા ને અલગ કરીને રાજ્ય બનાવવાનો, પછી એક સમયે કિસ્સો આવ્યો હતો કે ઉતરપ્રદેશ ને ચાર ભાગ કરીને અલગ-અલગ  રાજ્ય બનાવાવનો જેથી તેનો વિકાસ થઇ શકે, જમ્મુ-કાશ્મીરની તો કાઇ વાત જ ન થાય તે તો એક અલગ દેશ અત્યારે થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે!!! હજુ પણ થોડાક રાજ્યો છે તેઓના લોકોને અમુક હિસ્સો અલગ કરીને એક અલગ રાજ્ય બનાવવું છે .

  આ વાત પરથી અંગ્રેજોનો નિયમ યાદ આવી રહ્યો છે "Divide and Rule" એટલે  "ભાગલા પાડો અને રાજ કરો" તે નિયમ . તેવું જ અત્યારે થઇ રહ્યું હોય તેવું લાગે છે . જેમ એક ઘરમાં ત્રણ કે ચાર ભાઇઓં હોય અને પછી ધીરે-ધીરે તે મોટા થઇ અને અલગ-અલગ રહેવા લાગે છે તેવી જ રીતે અત્યારે ભારત દેશનું થઇ રહ્યું છે!!!!

  પહેલા  મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય બન્યું હવે ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ ને અલગ કરીને રાજ્ય બનાવવાનું !!! વાહ  તો તો હવે કાલે સવારે કદાજ ગુજરાત ને પણ એક અલગ દેશ બનાવવો તેવું આંદોલન કરવામાં આવે તો શું કરવાનું???

   જુઓ  "ભાગલા પાડો અને રાજ કરો" અંગ્રજોએ આ નિયમ તો ભારત દેશ ને ગુલામીમાં બાંધવા માટે બનાવ્યો હતો . શું અત્યારે પણ અમુક લોકો આ નીતિ અપનાવી ફરીથી એવું કરી રહ્યા છે??? આપણા  વિચારો, આપણા  સિદ્ધાંતો,  ભારત દેશને એક કરવાનો સંગઠિત કરવાનો, સાથે રાખવાનો હોવો જોઈએ..... નહિ કે ભાગલા પાડવાનો!!!

No comments:

Post a Comment