Sunday 30 June 2013

EDUCATION DEMAT ACCOUNT



         
"EDUCATION  DEMAT  ACCOUNT"

                  "એજ્યુકેશન  ડિમેટ  એકાઉન્ટ"

        આજે એક નવી શાળા સ્થાપિત કરવાની છે. જ્યાં LKG, HKG  (હું નાનો હતો ત્યારે બાલ મંદિર કહેવાતું અને હજુ પણ જેને બોલવામાં પ્રોબ્લેમ થાય છે તે બાલ મંદિર કહે છે.) કે  પેલા ધોરણ, બીજા ધોરણ ના સર્ટીફીકેટ નહિ આપવામાં આવે બલકે  તે ધોરણના શેર નાં સર્ટીફીકેટ આપવામાં આવશે !!!! હેં હેં ???
 હા, હા ભાઈ સાચું કહું છુ જે પ્રમાણે આપણે  શેર બજારમાં રોકાણ કરીએ છે તેવી રીતે અહિયાં  પણ વધારેમાં વધારે રોકાણ  કરીને બેનીફીટ મેળવો। બોસ બધા બોલ આપના આજે બાઉન્સ  જાય છે કઈક સમજાય એવી રીતે વાત કરો???   
            
                                  GSEB =BSE

                                  CBSE =NSE 

                                  અલગ-અલગ સ્કુલ એટલે  BSE  અને NSE માં લીસ્ટેડ થયેલ કંપની!!!

       ઓકે ઓકે. આપને  શેર બજારમાં એકાઉન્ટ ઓપનીગ કરાવવું હોય તો તેનું ફોર્મ ભરવું પડે, અમુક ડોક્યુમેન્ટ જમા કરવા પડે,1 વર્ષનો  કા તો લાઈફ ટાઈમ એકાઉન્ટ નો ચાર્જ પે કરવો પડે તે પ્રમાણે શાળામાં પણ તમારે ફોર્મ ભરવું પડશે, ડોક્યુમેન્ટમાં જન્મનું પ્રમાણપત્ર આપવાનું રહેશે અને  LKG કે  HKG ના શેર માં રોકાણ કરવા માટે 1 વર્ષનો (અહિયાં લાઈફ ટાઈમની સ્કીમ લાગુ નહી  પડે કેમ કે કાઈક તો ફર્ક હોય ને ભાઈ જાન)  ચાર્જ પે કરવાનો રહેશે . સેમ એઝ પેલા ધોરણ, બીજા ધોરણ અને આગળના ધોરણમાં એમ  કરતા-કરતા દસમાં ધોરણનાં શેર માં થોડુક રોકાણ વધી જશે (આમ તો દર વર્ષે જેમ સ્કુલની ફી વધે છે આગલા ધોરણમાં જવા માટેની તેમ અહિયાં પણ આગળના વર્ષમાં જતા રોકાણની કિંમત વધવાની ને ભાઈ, સાચું ને).  જેમ દસમાં ધોરણમાં વિદ્યાર્થી આવી જાય અને તેને 90PR, 95PR, 99PR નું રીઝલ્ટ આવે તેમ અહિયાં પણ દસમાના શેરમાં રોકાણ કર્યા બાદ જે પહેલા પદ્ધતિ હતી તે પ્રમાણે 90% (ટકા), 95% નો બેનીફીટ (નફો યાર!).. 
     બરાબરને આપણે  શેર બજારમાં શેર ખરીદ કરીએ ત્યાર બાદ તેમાં નફો મળે એમ અહિયાં પણ નફો તો મળે ને દોસ્તો। અલબત, શેર બજારમાં આપ શેર ને વહેચી શકો છો તે પ્રમાણે અહિયાં પરીક્ષા લેવાય અને એનો નફો મળે અત્યાર સુધીના રોકાણ નો!!!!
       હવે દસમાંમાં સારો નફો  તો તો વિદ્યાર્થી સાયન્સ લેશે અને તેના શેરમાં રોકાણ સૌથી વધારે, જો ઓછો નફો  હોય તો  કોમર્સ લેશે, અને જો વધારે ઓછો નફો હોય તો આર્ટસ (વિદ્યાર્થીઓને અત્યારે એવું લાગી રહ્યું છે કે  આર્ટસ એટલે સૌથી ઓછુ રોકાણ) ..
   માનો કે સાયન્સ કોઈએ લીધું અને "બી" ગ્રુપ પસંદ કર્યું તો જો બારમાં ધોરણમાં સારો નફો મળે અને એમબીબીએસ (MBBS) માં જાય તો તેમાં તો સૌથી વધારેમાં વધારે રોકાણ અને સૌથી વધારેમાં વધારે નફો પણ મળવાનો ને, જે પ્રમાણે અત્યારે મળે છે તે પ્રમાણે!!!!
    ત્યાર બાદ કોમર્સમાં વિદ્યાર્થી ને  સારો નફો મળે એટલે વિદ્યાર્થીઓને CA અને બીજો ઓપ્શન BBA, BCA 
નાં શેરમાં રોકાણ કરવાનો હોય છે . તો CA નાં શેરમાં જો પહેલી વારમાં નફો મળી જાય તો  સારું બાકી દર વર્ષે થોડું-થોડું રોકાણ કરવાનું !!! હા આર્ટસમાં પણ ફૂલ નહી તો ફૂલની પાખડી  જેટલું રોકાણ તો ખરું .
     અરે મહત્વની વાત તો કહેવાની રહી ગઈ જેમ અત્યારે બાળકો શાળાએ ગયા હોય એટલે ઘરમાં બધાને હાશકારો બોલી જાય તેમ શાળાએ તો ક્યારેય પણ વેકેશન નહિ આવે એટલે ઘરમાં બધાને શાંતિ.
    તો હવે આટલું બધું વિચારાય?
 પ્રવેશ ચાલુ છે,પ્રવેશ ચાલુ છે,પ્રવેશ ચાલુ છે।    અલગ-અલગ શેર ખરીદી, રોકાણ કરો  અને મેળવો મહતમ નફો
    જેમ શેરીએ-શેરીએ શેર બજારની ઓંફીસો ખુલતી  હોય છે તેમ અત્યારે શેરીએ-શેરીએ શાળાઓ ખુલે છે તે જોતા આવી એકાદ પણ શાળા સ્થાપિત કરવી જોઈએ...

Saturday 29 June 2013

"સુંદરતા એ નથી કે જે બીજાઓને દેખાય, સુંદરતા એ છે કે જે આપને દેખાય"

   
 "સુંદરતા  એ  નથી  કે  જે  બીજાઓને  દેખાય,  સુંદરતા  એ  છે  કે  જે  આપને  દેખાય"     

  આજે  એક નાની એવી કહાની કહેવી છે આપ સો ને એક વખત એક ગર્લફ્ર્ન્ડે તેના બોયફ્ર્ન્ડને કહ્યું  કે "હું તો કેટલી કાળી છુ?" ત્યારે બોયફ્ર્ન્ડે જવાબમાં કહ્યું  કે "સોનું  પણ પેલા કાળું જ હોય છે।" બસ આનાથી વધારે આ કહાની હું  નથી કહેવા માંગતો પણ આ વિષે હું આપને ઘણું બધું કહેવા માંગું છું તમે કાળા છો કે રૂપાળા એ દુનિયા કાંઈ નિર્ણય નથી કરતી પણ એ તો આપ જ નક્કી કરો છો કે હું કેવો છુ? અથવા કેવી છું? એ બધું જ આપના પર છે કે આપના ચહેરા ને આપ કેવો જોવો છે કાળો  કે રૂપાળો!
     ક્યારેક સવારે સરસ મજાના તૈયાર  થઈને અરીસા સામે ઉભા રહીને પોતાના ચહેરાનાં વખાણ કરજો,
શરૂઆત આપના વાળ થી કરજો કે "વાહ શું વાળ છે આવા તો આખી દુનિયામાં કોઈના નહિ હોય" પછી કહેજો "વાહ શું કપાળ છે અને કપાળની ઉપર લાઈનીગ કરેલા નેણ છે।" ત્યાર બાદ  આપનાં  નાક ને  જોજો અને કહેજો " આહા શું નાક છે આ પણ આખી દુનિયામાંથી  સારામાં સારું હશે " ત્યાર બાદ  તમારી  આંખો  જોજો  કોઈ  પણ વ્યક્તિ હોય,  ભલે   તેને પોતાનો ચહેરો ગમતો હોય કે  ના ગમતો હોય પણ તેને પોતાની આંખો  તો ચોક્કસ  બહુ જ ગમતી હોય છે  અને તેના પણ વખાણ  કરજો, પછી  આપના હોઠ ને જોજો અને તેના પણ વખાણ કરજો અને આખરમાં તમારા કાન જોજો અને તેના પણ પેટ ભરીને વખાણ કરજો અને  કહેજો કે " વાહ  શું અદભુત ચહેરો બનાવ્યો છે ઉપર વાળા  એ !!!! અને આપનાં જમણા હાથનાં પાંચ આંગળાને હોઠ પાસે લઈ જઈ ને એક કિસ (પપ્પી) ફેક્જો " પછી વિચારજો કેવું  લાગે છે?  આપને ખરેખરમાં અત્યારે સારું જ લાગી રહ્યું  હશે અને આ  વાંચતા-વાંચતા હસતા હો તો પછી જયારે  આવું બીજા દિવસની સવારે કરશો તો કેટલું વધારે સરસ  લાગશે!!
  ઘણા કહેશે કે આ  બધું તો પાગલપન કહેવાય, હા આ  બધું  પાગલપન જ છે અને આપની જાણકારી માટે  કહું છુ કે આવું જેટલા લોકો એ કર્યું છે તેની  જિંદગીમાં ઘણો પરીવર્તન આવ્યો છે। પોતાની જ જાતને જો પોતાનામાં સુંદરતા નાં દેખાતી હોય તો બીજા લોકો ને તેનામાં સુંદરતા ક્યારેય પણ નથી દેખાવાની।।।  ઘણા કહેશે કે આવું  કેટલા દિવસો  કરવાનું? આવું ત્યાં સુધી કરો જ્યાં સુધી આપને પોતાને પૂરેપૂરો વિશ્વાસ  
નાં આવે કે "ખરેખર  હું સુંદર છુ"
   "સુંદરતા  એ  નથી  કે  જે  બીજાઓને  દેખાય,  સુંદરતા  એ  છે  કે  જે  આપને  દેખાય"
         જેમ-જેમ આપને આપનો ચહેરો સુંદર દેખાવા લાગશે તે દરમિયાન લોકો પણ  તમને કહેશે કે "અરે તમે તો આજે કેટલા સુંદર લાગી રહ્યા છો!!" આ બધું ત્યારે થશે જયારે આપ આગલા દિવસે સવારે આવું કરશો ભલે પાગલપન લાગે કે ભલે તમારા ઘરનાને ખરાબ લાગે પણ આવું કરજો અને પરિણામ ટૂંક  સમયમાં જ આપની સમક્ષ હશે।
  આપને યાદ હશે જ કે બધી જ સ્ત્રીઓને તૈયાર થાવામાં થોડો વધારે સમય લાગે છે આનું કારણ મારા ખ્યાલ પ્રમાણે એક જ છે કે જેટલી વાર તેઓ અરીસાની સામે તૈયાર થાય છે  એટલી વાર તેઓ  મનમા ને  મન માં પોતાના વખાણ કરતી હોય છે। અને સારા માં સારું પોતાની જાત માટે વિચારે છે અને જયારે તેઓ કોઈ લગ્ન પ્રસંગ કે પાર્ટી કે કોઈ ફંકશન માં જાય છે ને બધા  તેઓને સામેથી જ કહે છે " વાહ આજ તો તમે બહુ સુંદર લાગી રહ્યા છો" તો આજ છે કદાજ સુંદરતા નું રહસ્ય।।।।।
  એક સર્વે અનુસાર  હવે દુનિયામાં સ્ત્રીઓ કરતા પુરુષોને તૈયાર થવામાં વધારે સમય લાગી રહ્યો છે"
તો હવે આ રહસ્ય આપની સમક્ષ પણ પ્રસ્તુત છે।  બસ જેટલું વહેલી  તકે આને અપનાંવવાનું શરુ કરશો એટલી વહેલી  તકે આનાં પરિણામો આપની સમક્ષ થતા જશે।
   આ બધું જ  આપનાં ઉપર નિર્ભર રહેલુ છે બાકી દુનિયાને તો તમે તમારી જાતને જેવી દેખાડશો  તેવી જ કહેશે।।।।
        "જેવું અંદર હશે તેવું જ બહાર આવશે"
                                                  ---- રોન્ડા બર્ન 

Wednesday 26 June 2013

વિચારો vs ડીગ્રી


When  Thinking is Big, Living is Better

આમ, તો દરેક વિચાર સપનામાંથી ઉત્પન્ન થતો હોય છે તેથી આનું ટાઈટલ બદલીને  સપના vs ડીગ્રી એવું પણ લખી શકાય। પણ સપના તો માણસ ફક્ત રાત્રીના જ સમયે જોતો હોય છે  તેવું  આપણને જન્મથી જ શીખવાડવામાં તથા સમજાવવામાં આવે છે। પણ જે સપનું દિવસમાં આવે આવે તેને એક વિચાર કહી શકાય કારણ કે દિવસમાં સપના જોવા લાગીએ તો પાગલ કહેવાયે  તેવું વર્ષોથી કહેવાતું આવ્યું છે।
  તો તો આ દેશના ઇતિહાસમાં અને આખી દુનિયાના ઇતિહાસમાં જેટલા પણ મહાન લોકો થઈ ગયા અને જેટલા પણ મહાન લોકો અત્યારે જીવિત છે તે બધા જ પાગલની કક્ષામાં આવી શકે ને કારણ કે તે બધા એ દિવસ દરમિયાન જ સપનું જોયેલું હશે કે મારી કંપની આવી હશે અથવા કોઈ આમ માણસ હશે તેને પણ એવું ક્યારેક તો દિવસ દરમિયાન સપનું જોયું જ હશે ને કે  મારું ઘર આવું હશે ને તેવું હશે। તેવું વિચારેલ  હશે જ।
  બીલ ગેટ્સને જો આપણે પૂછશું કે તમે આવડી મોટી કંપની કેવી રીતે બનાવી??તો તેવો પણ કાદાચ આવો જ જવાબ આપશે "મે એક દિવસ " જો જો "મે એક દિવસ" નહિ કે રાત્રીનાં સમયે, "મે એક દિવસ વિચાર કર્યો કે" જોયું આવ્યું ને! આવ્યું ને એક વિચાર।
 કોઈ પણ કામ ચાહે એ પોતાનું મકાન બનાવવાનું હોય કે કરીયર બનાવવાનુ  હોય તે બધી જ એક વિચાર થી મોટી હોતી જ નથી।
      ""હંમેશા જિંદગીમાં મોટા વિચાર અપનાવો અને તેનું પાલન કરો"" કોઈ પણ ડીગ્રી કરવાની શરૂઆત પણ એક વિચારથી જ થતી હોય છે। માનો કે બારમાં ધોરણના વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીને પરીક્ષામાં પાસ થાય એટલે પહેલા વહેલા તો તે એક વિચારમાં જ ડૂબી જશે અને પછી કહેશે કે મારે C .A ., કરવું છે .અથવા BBA, BCA કે BCOM  કરવું છે। તો કોઈ પણ વસ્તુની શરૂઆત તો વિચારથી જ થતી હોય છે।
    જો જિંદગીમાં વિચારો મોટા હશે તો બધું જ થઇ શકે છે અને ક્યારેક આપની પાસે કોઈ મોટી ડીગ્રી હોય તો પણ આપને આત્મહત્યા કરવા જેવા કાયરતાના વિચારો કરતા હોઈએ છે અને અમુક તો કરી પણ લેતા હોય છે। જોયું ને નકારાત્મક બાબતની શરૂઆત પણ એક વિચારથી જ થઇ ને !!!!!!

Saturday 22 June 2013

ન ભૂત, ન ભવિષ્ય, ઓન્લી વર્તમાન

ન ભૂત, ન ભવિષ્ય, ઓન્લી વર્તમાન 

આજકાલ  આપણે બધા હું અને ખાસ કરીને મારા યંગસ્ટર્સ મિત્રો કે ભાઈઓ બધાનું ધ્યાન સારામાં સારું ભવિષ્ય, સુરક્ષિત ભવિષ્ય, શાંતિ વાળું ભવિષ્ય બનાવવા પાછળ રાત-દિવસ  લાગી ગયા છે। અને લાગવુ જોઈએ એ પણ સાચી વાત છે।    એક 26-27 વર્ષ નો છોકરો તેના 24*7 સમય પોતાના કામ પાછળ ખર્ચી નાખે છે અને એ પણ ક્યાંક વેકેશન મનાવવા ગયા હોય ત્યાં પણ પોતાનું કામ ને કામ જ . તેને એક વખત એક સરસ મજાની સુંદર છોકરી પૂછે છે કે "તું આટલું બધું કેમ કામ પર ધ્યાન આપે છે હજુ તો આખી જીંદગી પડી છે?"  ત્યારે તે છોકરો કહે છે  "હું 40 વર્ષ નો થઇ જાઉં ત્યાં સુધી કામ કરીને રીટાયર(નિવૃત) થઈ જઈશ અને ત્યાર બાદ ફક્ત ફરવાનુ જ "  ત્યારે તે સુંદર છોકરી ખરેખર સરસ મજાનો જવાબ આપે છે "તને કેવી રીતે ખબર કે તું 40 વર્ષ સુધી જીવવાનો છે? માન કે તું આવતી કાલે મરી જા તો? તું અત્યાર ની પળ માં જીવ નહિ કે 40 વર્ષ પછી ની  વગેરે વગેરે"  આવો જ કાંઇક સંવાદ હોય છે "જીંદગી ના મિલેગી દોબારા" ફિલ્મ નો
       આપણે બધા ફિલ્મ ને ફક્ત મનોરંજન કે કોમેદ્ય તરીકે જ લઈએ છે . પણ અમુક ફિલ્મો ક્યારેક આપણને જીંદગી કેવી રીતે જીવવી જોઈએ તે શીખવાડી જતી હોય છે પણ બદનસીબી એવી છે કે આપણે બધું ભૂલતા જઈએ છે।
         મારો કેહ્વાનો તાત્પર્ય એ નથી કે ભવિષ્ય ને ભૂલી જવી જોઈએ, નહિ ક્યારેય નહિ પણ ભવિષ્ય ને ધ્યાન માં રાખી વર્તમાન માં કામ કરતા કરતા ભવિષ્ય બનાવવું જોઈએ આપણે આવતીકાલ ની ચિંતા કરવામાં આજ ને પણ ખરાબ કરીએ છે જરૂરી હોય છે આજ ને , અત્યાર ને, હાલ ની પળ ને સારી બનાવવી અને તેમાં જીવવું। જો હાલ ની પળ ને સારી બનાવતા (જો સારી જ હોય તો વધારે સારું) આવડી ગયું તો ભવિષ્ય અથવા જે મેં આવતી કાલ ની વાત કરી તે તો ઓટોમેટીક સારી બની જ જવાની---

Friday 21 June 2013

Try  And Try, You Will  Succeed ?

        શું અત્યારે આ ફિલોસોફી સાચી ઠરે છે ? જે રસ્તા પર જવાથી આપને મંઝીલ મળવાની નથી તે રસ્તા  પર આપ  ગમે તેટલી વખત પ્રયત્ન કરો, અથાગ મહેનત કરો, દિવસ-રાત એક કરી દો, ખૂન પસીનો એક કરી દો પણ સફળતા ક્યારેય હાંસલ નહિ થઈ શકે। જરૂરી હોય છે રસ્તા ને બદલવાની આજકાલ પરિણામો બધાના આવી ગયા ઘણાને ધાર્યા કરતા સારા માર્ક્સ આવ્યા અને ઘણાને ધર્યા હતા તેટલા પણ ન આવ્યા। જેને ધાર્યા  હતા તેટલા  માર્ક્સ ન આવ્યા તેને પૂછશું એટલે એ કહેશે "મેં તો બહુ મહેનત કરી હતી તોય ધાર્યા પ્રમાણે પરિણામ ન જ મળ્યું"  ધાર્યા કરતા વધારે અને ધાર્યા પ્રમાણે પરિણામ ન આવ્યા તેને  પૂછશું તો તે પણ કાંઇક આવો જ જવાબ આપશે।
     આપણે અહિયાથી રાજકોટ જવાનું હોય અને આપણે  કોડીનાર, દીવ બાજુ જઈએ તો રસ્તામાં કોક તો કહેશે જ કે "ભાઈ  આપે  આ  રસ્તો જ ખોટો લીધો છે"  એવી  જ રીતે જિંદગીનું હોય છે। ક્યારેક એવા રસ્તા પસંદ કરી લઈએ છે કે જે આપણા માટે બન્યા જ ન હોય તો તે સમયમાં જેમ બને તેમ વહેલું અથવા ભલે મોડું થઇ ગયું હોય તો પણ રસ્તાને બદલી ને જિંદગીની ગતિ ને આગળ ધપાવવી જોઇએ,  નહિ કે જિંદગીને જ અટકાવી ને!
     

Sunday 16 June 2013

આપણે આપણા ઘરમાંથી જ ભ્રષ્ટાચારને દુર નહી કરીએ તો સરકારી સિસ્ટમમાંથી કેવી રીતે દુર થઇ શકે?

એક  માતા-પિતા તેના  બાળકને જયારે  પહેલી વખત સ્કૂલે મુકવા જાય  છે  ત્યારે જો બાળક રડે તો તેના માતા-પિતા કહશે "બેટા  જો તું  સ્કૂલે જઈશ તો  હું તને તને ચોકલેટ લઈ દઈશ"

               થઇ ગઈ ને ભ્રષ્ટાચાર ની શરૂઆત!!!!

પછી બાળક ચોથા  કે પાચમાં ધોરણમાં આવશે એટલે કહશે "બેટા  જો તું પરીક્ષામાં સારા માર્કસ લાવીશ તો   હું તને સાયકલ/ઘડિયાળ/બેટ/રીમોટવાળી કાર/વિડીયો ગેમ લઈ દઈશ"
 આવું તો કઈ  કેટલુંય નાનપણથી જ શરૂઆત થઇ જતી હોય છે અને એક પ્રકારે તો આ ભ્રષ્ટાચાર જ કહેવાય.   જો આપણે આપણા ઘરમાંથી જ ને દુર નહી ભ્રષ્ટાચાર કરીએ તો સરકારી સિસ્ટમમાંથી કેવી રીતે દુર થઇ શકે?
 જે પ્રાથમિક કે માધ્યમિક ના વિદ્યાર્થીઓ સ્કૂલે જતા ડરે છે (હું પણ ડરતો)  શું કામ? શું કામ? શું કામ? મને પણ નથી ખબર!! હા કદાજ આવી રીતે "જો સારા માર્કસ લાવીશ તો" વાળી નીતિ ના કારણ થી જ.
 જો આવી નીતિ અપનાવીશું તો તેંઓમાં લાલચ વધશે ડર નહી જાય ક્યારેય પણ. કદાજ આપણે જ ડર ને વધારી દીધો છે બોલી બોલી ને. કોઈ પણ વિદ્યાર્થી આઠમમાં કે નવમામાં આવશે એટલે  તેના મોટા ભાઈ કે બહેન કે તેના સ્કૂલનાં સર કે ટીચર ને પૂછશે કે "કોમર્સ સહેલું કે સાયન્સ સહેલું (હા આટર્સ તો સહેલું છે જ આવું બધા માને છે!!!) આવું કેમ બને છે? 
કદાજ આ ડાયલોગ અહીયા લાગુ પડશે " હમ તો કોલેજ ડીગ્રી કે લિયે  જાતે થે, અગર ડીગ્રી નહી હોગી તો કોઈ કંમ્પની નોકરી નહી દેગી, નોકરી નહિ હોગી તો કોઈ બાપ અપની બેટી નહી દેગા, બેંક ક્રેડીટ કાર્ડ નહિ દેગી, દુનિયા તુમ્હે રીસ્પેક્ટ નહી દેગી" કદાજ આ કારણ સર પણ વિદ્યાર્થીઓ સ્કૂલે જતા ડરતા હશે. 
લોકો અને આપણે, તમે અને હું બધા વિદ્યાર્થીઓ ને કહેતા હોયએ કે "ભણવું તો પડશે, ભણ્યા વગર તો ચાલે જ નહી" હા હું પણ માનું છુ પણ આ વિધાનમાં થોડોક ફેરફાર કરીને બોલવાનું શરુ કરીએ તો "ભણવું જોઈએ કારણ કે ભણીએ તો આપણું જ્ઞાન વધે" બસ થોડોક જ ફેરફાર કરવાનો છે શબ્દોમાં કારણ કે "પડશે" એટલે "પરાણે" એવો પણ મતલબ થઇ શકે અને ડર ઉત્પન્ન થવાનો અને જો તેને વહેલી તકે ઘટાડવામાં ના આવ્યો તો તે વધવાનો છે અને ઘટાડવાનાં કોઈ ઉપાય હજુ સુધી શોધવામાં નથી આવ્યા હા વધારવા માટેના બધાના મોઢા માં અઢળક ભરેલા છે।   
 

મુડ હોતો નથી મુડ ને બનાવવો પડે છે।!!


વાવ, આજે તો કાંઇક નવું  મળશે, અરે ભાઈ મારો  પ્રયાસ તો હર હંમેશા આપ સૌને કાંઈક ને કાંઇક નવું આપવાનો જ રહેશે પણ એ બધું કદાજ સીધું નહિ મળી જાય ક્યારેક આડકતરી રીતે મળશે પણ કાંઇક નવું મળશે તો જરૂર, આ વિષે લખવાનો વિચાર બહુ વાર આવ્યો પણ મારો પોતાનો જ મૂળ  ન હતો એટલે લખાતું જ ન હતું
    આવી બધી ખોટી વાતો કરવાનો મારો કોઈ ઉદેશ નથી આના માટે મારો મુડ હતો જ ને હવે મને ધીરે-ધીરે લખવાના મારા મુડમાં પરિવર્તન થતો જાય છે તે વિષે આગળ વાત કરશું પણ અત્યારે મારું નાનું એવું એક રીસર્ચ  છે।   આજકાલ હું મારા દોસ્તો ને મળતો ને પૂછતો કે "કેમ ભાઈ આજે તારો મુડ ખરાબ કેમ લાગે છે?"  તો તરત જ તેણે જવાબમાં કહ્યું " હા યાર આજનો દિવસ તો એટલો વેસ્ટ ગયો છે કે મારો મૂડ જ ઓફ થઈ  ગયો છે" આ પ્રયોગ મેં ખાલી આમ જ કર્યો તો જવાબ પણ એવો જ મળ્યો, આપ પણ આવો પ્રયોગ કરીને જો જો આપને પણ લગભગ આવો જ જવાબ મળશે।  આજકાલ આપણે જેને પણ જોઈએ છે કે મળતા હોઈએ છે તો બધા જ એક વાત પર વધારે ભાર આપે છે કે "આજ તો ટીચરે પનીશ કર્યો ને એમાં મારો મૂડ ખરાબ થઇ ગયો" અરે ઘણા તો સવારમાં જ ઓંફીસે પહોચતા જ કે " યાર, આજ તો કાંઈ કામ કરવાનો મૂડ જ નથી થાતો અને સવાર સવારમાં જ ઓંફીસમાં આવતા જ  આટા  મારવા માંડશે  અને જ્યારે બોસ પકડી પાડશે અને થોડા ગરમ મિજાજમાં બોલશે એટલે કહેશે આના કારણે વધારે આજ નો દિવસ ખરાબ જવાનો છે
  આવી નાં જાને  કેટલી વાત આપણે આપણા રૂટીન લાઈફમાં બોલતા હશું અને આવું બધું બોલવાનું વર્ષોથી ચાલતું આવ્યું છે પણ આપણો  મૂડ કે  આપનો દિવસ ખારાબ જશે કે મૂડ ઓંફ થશે એ બધું જ આપણી પણ નિર્ભર રહેલું છે  ઓંફીસમાં બોસ નાં લીધે આપણે આપણો મિજાજ કેવો રાખવો તે પણ આપણી પર રહેલ છે। આ બધું વર્ષોથી ચાલતું આવે છે એટલે આજે નહિ તો કાલે આપણે બદલવાનું આપને જ છે કારણ કે  આ બધાની અસર આપણા ઘરના વાતાવરણ અને ખાસ  કરી ને આપણા બાળકો પર વધારે થતી હોય છે ને સરવાળે તે પણ મોટા થયા પછી અથવા તો તે જ ઉમરથી આવું બોલવા માંડશે જેને કદાચ  એક બહાનું કહીએ તો પણ અહિયાં કાઈ વાંધો નથી અને આ બધી આપણી એક આદત બનતી જાય છે, બાકી મૂડ ન હોય અને કામ કરવું તે જ એક મહાન અને ઐતિહાસિક કામ થવાની દિશામાં છે
  આપણો મૂડ ક્યારેય પણ સારો રહેવાનો નથી પણ હા ક્યારેય મૂડ ને ઓંન કે ઓંફ નથી કરી શકાતો ક્યારેય કોઈ કામ કરવા માટે નો મૂડ હોતો નથી મૂડ ને બનાવવો પડે છે . આપનું કામ કરવા માટે જો થોમસ આલ્વા એડીસન પણ એવું વિચારત કે, "આજે તો મૂડ નથી આવતી કાલે મૂડ હશે તો બલ્બ બનાવશું"  તો શું અત્યારે આપણને આટલા બધા બલ્બ મળી શકત હા બીજા વિજ્ઞાનીક કદાચ એવું કરી શકત પણ જો બધા આવું કહેતા હોત તો ????
  "મહાત્મા ગાંધીજી" એ પણ જો આવું કહ્યું હોત તો ???
 આપ સો કદાચ "વિચારો અને ધનવાન બનો " ના લેખક  નેપોલિયન હિલ ને ઓળખતા હશો તેણે આ પુસ્તક લખવા પાછળ ઘણા બધા વર્ષો ખર્ચી નાખ્યા પણ જો એમને પણ એવું લાગ્યું હોત તો શું આપણને આટલું સારું પુસ્તક  મળી શક્યું હોત? આ દુનિયાના અથવા આપના દેશના જેટલા ઉદ્યોગપતિ, લેખક,કલાકાર, ક્રાંતિકારી, રાજનેતા, પેઈન્ટર કે કોઈ પણ ક્ષેત્ર નાં લોકો આવું વિચારત  તો આજે આપની દુનિયા આટલી રસપ્રદ  નાં હોત।
 હા, અને ક્યારેય આપણે એમ તો કહેતા જ નથી કે "આજે મુવી કે બહાર દોસ્તો સાથે ફરવા જવાનો કે ગર્લફ્રેન્ડ સાથે ફરવા જવાનો મૂડ નથી। ત્યાં તો આપને ફટાફટ તૈયાર થઈને જતા રહીએ"
આ બાબતે થોડો  સમય  વિચાર કરજો અને હા એવું નહિ કહેતા કે હમણા વિચાર કરવાનો પણ મૂડ નથી।।।।