Saturday 27 July 2013

I AM PROUD TO BE "AN INDIAN"?

I AM PROUD TO BE "AN INDIAN"?

 
  "આ દેશમાં તમને કોઈ ભારતીય મળશે?
ગુજરાતમાં જશો તો ગુજરાતી, મહારાષ્ટ્રમાં  જશો તો  મરાઠી, પંજાબમાં જશો તો પંજાબી, રાજસ્થાનમાં મારવાડી.... પણ કોઈ ભારતીય તમને નહી મળે!!! અમરિકામાં અમરીકી, રશિયામાં રશિયન, જર્મની માં જર્મન, ચીનમાં ચીની,  જાપાનમાં જાપનીઝ........ આવી રીતે તમને ઉત્તર થી દક્ષીણ અને પૂર્વ થી પશ્ચિમમાં ક્યાય પણ ભારતીય નહિ મળે . હા, મળશે તમને ભારતીય ફક્ત ભારત-પાકિસ્તાનના ક્રિકેટ ના મેચમાં અથવા હોકીના મેચમાં" આવો જ કાંઇક ડાયલોગ હોય છે "ખટ્ટા-મીઠા" ફિલ્મનો .    

    લોકોને  ભારતીય  છે તેવું કહેવા કરતા વધારે રસ હોય છે એ દર્શાવવામાં કે "में गुजराती  हु, आप कहा से हो?" આ પણ  વાસ્તવિકતા છે . હાલનો  મુદ્દો ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ ને અલગ રાજ્ય  બનાવવાનો, આવી જ રીતે લગભગ  બે વર્ષથી ચાલતો આંધ્રપ્રદેશ નો મુદ્દો  તેલંગાણા ને અલગ કરીને રાજ્ય બનાવવાનો, પછી એક સમયે કિસ્સો આવ્યો હતો કે ઉતરપ્રદેશ ને ચાર ભાગ કરીને અલગ-અલગ  રાજ્ય બનાવાવનો જેથી તેનો વિકાસ થઇ શકે, જમ્મુ-કાશ્મીરની તો કાઇ વાત જ ન થાય તે તો એક અલગ દેશ અત્યારે થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે!!! હજુ પણ થોડાક રાજ્યો છે તેઓના લોકોને અમુક હિસ્સો અલગ કરીને એક અલગ રાજ્ય બનાવવું છે .

  આ વાત પરથી અંગ્રેજોનો નિયમ યાદ આવી રહ્યો છે "Divide and Rule" એટલે  "ભાગલા પાડો અને રાજ કરો" તે નિયમ . તેવું જ અત્યારે થઇ રહ્યું હોય તેવું લાગે છે . જેમ એક ઘરમાં ત્રણ કે ચાર ભાઇઓં હોય અને પછી ધીરે-ધીરે તે મોટા થઇ અને અલગ-અલગ રહેવા લાગે છે તેવી જ રીતે અત્યારે ભારત દેશનું થઇ રહ્યું છે!!!!

  પહેલા  મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય બન્યું હવે ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ ને અલગ કરીને રાજ્ય બનાવવાનું !!! વાહ  તો તો હવે કાલે સવારે કદાજ ગુજરાત ને પણ એક અલગ દેશ બનાવવો તેવું આંદોલન કરવામાં આવે તો શું કરવાનું???

   જુઓ  "ભાગલા પાડો અને રાજ કરો" અંગ્રજોએ આ નિયમ તો ભારત દેશ ને ગુલામીમાં બાંધવા માટે બનાવ્યો હતો . શું અત્યારે પણ અમુક લોકો આ નીતિ અપનાવી ફરીથી એવું કરી રહ્યા છે??? આપણા  વિચારો, આપણા  સિદ્ધાંતો,  ભારત દેશને એક કરવાનો સંગઠિત કરવાનો, સાથે રાખવાનો હોવો જોઈએ..... નહિ કે ભાગલા પાડવાનો!!!

Tuesday 23 July 2013

ફૂલકાજળી, મોરાકાત કે જયા પાર્વતી ના વ્રત કરવાથી જ સારો પતિ મળે ???


ફૂલકાજળી, મોરાકાત કે  જયા પાર્વતી ના વ્રત કરવાથી જ સારો પતિ મળે ???

  
  એક પાંચ-સાત વરસની નાની, માસુમ,  નિર્દોષ બાળકી તેની માતાને પૂછે છે "આ ફૂલકાજળી, મોરાકાત અને જયાપાર્વતી કરવા ફરજીયાત છે? અને તેમાં પણ બધું જ મોરું-મોરું ખાવાનું ? રાતના 12 અને સવાર સુધી જાગરણ પણ ફરજીયાત કરવાનું, શા માટે? આવો નિર્દોષ સવાલ દરેકે-દરેક છોકરીઓને ક્યારેક ને ક્યારેક તો થયો જ હશે . અને મેજોરીટી આ સવાલ નો દોઢસો ટકા આ જ જવાબ મળે છે જે આ માસુમ, નાની બાળકી ને મળશે  તેની માતા કહે છે  "હા, આ  બધા વ્રતો તો દરેક છોકરી ને અને બધી જ મોટી છોકરીઓને કરવાના જ હોય છે અને મેં પણ કર્યા હતા . આ વ્રત કરવાથી છોકરીઓને સારો છોકરો એટલે સારો અને સંસ્કારી પતિ મળે છે તેના માટે આ વ્રત કરવા જરૂરી છે ."

  જોયું, એઝ યુઝ્વલ  જવાબ  મળ્યો ને !! આપણ  ને બધાને અમુક સવાલો ના સાચા જવાબ મળતા જ નથી, ફક્ત મળે તો બહાના જ !!! ખરેખર તો આપણે એટલે પુરુષે શરમાવું જોઈએ જો સ્ત્રીઓ પુરુષો માટે વ્રત કરી શકે, મોરું-મોરું ખાઈ શકે, આખી રાત (ભલે પછી ટીવી કે તીન પત્તી રમતા-રમતા) જાગી શકે તો એ જ પ્રમાણે અમુક વ્રત પુરુષો માટે પણ રાખવા જોઈતા હતા ભગવાને .(એવું મનાય છે કે આ વ્રત ભગવાને સુચવેલા છે તેથી) કાં સાચું ને !!!
  એક તરફ આપણે  બધા અને વર્ષોથી કહેવાતું આવ્યું છે અને બોલીવુડ ની રોમેન્ટિક ફિલ્મ ની સ્ટોરી નાં ડાયલોગ પ્રમાણે "જોડિયા તો ઉપર  બનતી હે" અથવા આપણા વડીલો અને આપણે બધા બોલતા હોઈએ તે પ્રમાણે "નસીબમાં હશે તે જીવનસાથી (LIFE PARTNER) મળશે" જો ઉપર નો ડાયલોગ અને આ ડાયલોગ સાચો હોય તો શું કામ સ્ત્રીઓ ધરતી પર આવી ને આવા વ્રત કરે છે? જો જાગરણ કરવાથી સારો પતિ મળે તો પુરુષોએ પણ (મેં ઉપર કહ્યું એ મુજબ પુરુષો ના વ્રત) સારી પત્ની મળે એ માટે, મોરું-મોરું ખાઈને, જાગરણ કરવું જોઈએ તેથી શું છે બેલેન્સ જળવાઈ રહે!! બાકી છોકરીઓ અને સ્ત્રીઓ જાગરણ કરે તો એ તો કાબિલ-એ-તારીફ  છે . તે બદલ ખુબ-ખુબ અભીનંદન  .

  અલબત, મને તો હજુ સુધી સમજાતું નથી કે સ્ત્રીઓ આટલી મેચ્યોર(પુરુષ કરતા તો બે કે પાંચ  વર્ષ વધુ સમજદાર) હોય છે છતા પણ કેમ  તેઓ આમાં માને છે . અને એ માસુમ છોકરી ને પણ આં વ્રત તો કરવા  પડશે (પરાણે).. નહિ તો દુનિયા કહેશે "હાય હાય તમારી છોકરીએ ફૂલકાજળી કે મોરાકાત  કે જયાપાર્વતી નાં વ્રત નથી કર્યા તો કેમ તેને સારો છોકરો મળશે?" બોલો!! આવા પણ લોકો છે જ ને !!! "જો આપણે  કોઈનું સારું કરી નથી કરી શક્ર્તા, સારું બોલી નથી શકતા તો શું કામ આવી  ખરાબ (નેગેટીવ) વાતો બોલવી જોઈએ???" આવું પણ આપણી જ આસપાસના લોકો અને દુનીયાવાળા જ બોલતા હોય છે . અને પાછા  વળી ફરીને એમ જ  બોલતા હશે (જે બીજો ડાયલોગ છે એ પ્રમાણે) "નસીબમાં હશે ત્યારે થઇ જાશે તમારી છોકરીનું અથવા છોકરાનું."

  આખરે,તો આ શ્રદ્ધા નો વિષય છે .  "શ્રદ્ધા ઓર આસ્થા એક અફીણ કે નશે કી તરહ હોતા હે, દેખના કાનજી કહી યે લોગ ફિરસે મંદિરો મેં નાં દીખ જાયે" યાદ છે ને આ ફેમસ ડાયલોગ ક્યા ફિલ્મનો છે???
 
ઓહ માય ગોડ!!!

Monday 22 July 2013

વેરાવળમાં આવતી કાલે શાકમાર્કેટ માં હડતાલ !!!!

વેરાવળમાં આવતી કાલે  શાકમાર્કેટ  માં હડતાલ !!!!

 
  વેરાવળની શાક માર્કેટમાં સવારે જે હરાજી થાય છે તે બીજી બાજુ એટલે કે વેરાવળથી થોડે દુર સ્પેસ્યલ યાર્ડમાં ફેરવવાના કારણે તેઓએ (હરાજી કરતા વેપારીઓએ) વિરોધ કર્યો છે. (હા જે ત્યાં રોકાવાનો અને બીજો અલગ-અલગ પ્રકારનો જે ચાર્જ લેવાનો નક્કી કરવામાં આવ્યું છે તેનો ચોક્કસ વિરોધ કરવો જોઈએ જ.)  અને તે ત્યાં ન ફેરવાઈ તેવી માંગ કરી છે. તેના પગલાં રૂપે આવતી કાલે હરાજી જ નહિ થાય!! આ કારણસર શાક માર્કેટ બંધ રહેશે અને આમ પબ્લિક (સામાન્ય જનતા, કદાચ હરાજી કરતા વેપારી પણ આવી જાય!!) હેરાન થાશે એ અલગ !! (આમ પણ અત્યારે જ્યાં છે ત્યાં ચોમાસામાં તો ઠીક છે, શિયાળામાં અને ઉનાળામાં પણ એટલો જ ગંદવાડ હોય છે.)
   
     શું આ ખરેખર વાજબી ગણાય? આવી રીતે શાક માર્કેટ બંધ કરાવી ? અમુક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ "જો હરાજી કરવામાં આવશે તો તે લોકો બધું શાકભાજી ગાય ને ખવડાવી દેશે અથવા ફેંકી દેશે પણ વેચવા તો નહિ જ દે !!! બોલો . કદાચ એક દિવસ શાક માર્કેટ બંધ રાખવાથી કરોડો નું તો નહિ પણ લાખો રૂપિયાનું તો નુકશાન થવાનું જ ને ? અને આ બધું ભારણ સરવાળે આમ જનતા (તે વેપારીઓ પણ) નાં માથે જ આવવાનું . હા, સાથો-સાથ જેઓ રોજે-રોજ નું, મજુરી કરી ને શાકભાજી ખરીદે છે, તેઓને આ દિવસે શાક, બકાલું નહિ મળે એનું શું?
 
   દર વખતે આપણે જયારે પણ સરકારની કોઈ યોજના હોય, નવો જીલ્લો ઘોષિત કરવાનો હોય કે શાક માર્કેટ ની હરાજી નું સ્થાન બીજે ફેરવવાનું હોય તો આ બધામાં આપણા લોકો હડતાલ કરે છે પણ વેપારીઓના ધંધા કે કોઈ બીજું આવક નાં સાધન બંધ રાખી ને શા માટે  આંદોલન અથવા હડતાલ કરીએ છે? ક્યારેક જો હુલ્લડ જેવો માહોલ થાય ત્યારે પણ આપણે વેપારીઓની દુકાનો ને જ ટાર્ગેટ કરીએ છે અને નુકશાન કોઈ બીજાનું કરીએ છે? આપણે કંઈક અલગ રસ્તો પણ અપનાવી શકીએ વિરોધ દર્શાવવા માટે. જેમ કે જો આ જ શાક માર્કેટમાં હરાજી રાખવી હોય તો વેપારીઓએ લોકોનો.અને આમજનતા નો અભિપ્રાય(લોકશાહી યાર) પ્રમાણે કલેકટરને આવેદન પત્ર આપવું જોઈએ .. આ પણ એક રસ્તો છે જ પણ આપણે તો જ્યાં સુધી થોડું-ઘણું નુકસાન (કરોડો નું નહી તો લાખોનું) ન કરીએ અથવા કોઈ સરકારી ઓફીસ માં તોડ-ફોડ ન કરીએ ત્યાં સુધી તેને વિરોધ દર્શાવ્યો અથવા હડતાલ કરી એવું વર્તાતું જ નથી .

   એક જીદ્દી છોકરો જેમ પોતાની જિદ્દ પૂરી કરવા માટે આખું ઘર માથે ઉઠાવે છે અને જિદ્દ પૂરી કરે છે તેવી જ રીતે આપણે પણ આખા દેશ ને નહી તો રાજ્ય ને, રાજય ને નહિ તો જિલ્લા ને, જીલ્લો નહિ તો  શહેર ને માથે ઉપાડી ને પોતાની જિદ્દ પૂરી કરીએ છીએ અને ઉપરથી કહીએ છીએ "છોકરાઓ તો જીદ્દીલા હોય " પણ બોસ આવું તે શીખે છે કોની પાસેથી?

   જો કોઈ પણ વસ્તુનો વિરોધ દર્શાવવો જ હોય તો તેને બંધ કરીને નહી પણ 24*7 આખો દિવસ ચાલુ રાખીને પણ વિરોધ દર્શાવી શકાય. ભલે ગાંધીજી ના મત પ્રમાણે બંધ રાખીને જ વિરોધ દર્શાવી શકાય પણ એક કહેવત પ્રમાણે "સમય અનુસાર અથવા જમાના પ્રમાણે અથવા પરિસ્થિતિ પ્રમાણે માણસે બદલવું જ પડે છે . તો ગાંધીજી એ ત્યારના જમાના પ્રમાણે વિરોધ દર્શાવ્યો બંધ કરીને, તો તે ત્યારના સમય અનુસાર સો ટકા  સાચી રીત હશે પણ આજના સમય માં તો કાંઇક અલગ્ રીત હડતાલ ની લાવવી જ પડશેને કે પછી આપણે જીવીએ છે 21મી સદી માં, પણ હકીકતમાં છીએ તો આપણે 20મી સદી થી પણ જુના(ઓલ્ડ)!

   જો બીજું કાઈ  બદલી શકીએ કે નહી પણ આપણા દેશમાં જે આપણે જ ખાવાનું રોડ પર મળે છે તે તો બદલવું જ પડશે આપણે બધાએ .!!!!

Tuesday 16 July 2013

દરેક વ્યક્તિ કાંઇક અલગ હોય છે, તે બીજા જેવો હોય જા નાં શકે!!!

                    

 દરેક વ્યક્તિ કાંઇક અલગ  હોય છે, તે બીજા જેવો હોય જા નાં શકે!!!


 
   આપણે હંમેશા નાનપણથી એક-બીજાં ની  સાથે કોઈપણ વસ્તુ માં સરખાવતા હોઈએ છીએ . તે કોઈ પણ વસ્તુ હોય જેમ કે કપડા હોય તો આપણે બીજાને કહેતા હોઈએ કે "વાહ ભાઈ તને તો કોઈપણ કપડા સુટ કરે છે ને મને તો એક પણ સુટ નથી કરતા " ખાસ કરીને માતા-પિતા તેના બાળકો ને બીજાના બાળકો સાથે વધારે પડતા સરખાવા લાગ્યા છે કે " જો બેટા તારો ફ્રેન્ડ ભણવામાં હંમેશા પહેલો નંબર જ લાવે છે ને તું તો હંમેશા પાંચમો કે છટ્ઠો જ  લાવે છે  અથવા જો તે કેવો અલગ  પ્રવૃત્તિમાં ભાગ લે છે અને તું તો કોઈ બીજી પ્રવૃત્તિમાં ભાગ પણ લેતો નથી " આવી જ રીતે બાળકો પણ તેના માતા-પિતાને કહેતા હોય છે કે "પપ્પા  મારા ફ્રેન્ડનાં પપ્પા તો તેને જે જોઈએ  તે  લઈ દે  છે  અને તમે તો મને કાંઈ જ નથી લઈ આપતા". અને જેમ-જેમ તે બાળક મોટો થતો જાય છે એટલે તેના માતા-પિતા કહે છે કે તું બહુ જીદ્દી થઇ ગયો છે" ખરેખર શુરુઆત માતા-પિતા જ કરતા હોય છે કે જો પહેલો બાળક કેવો છે, આમ છે, તેમ છે વગેરે.... પછી જયારે બાળક સરખામણી કરે છે તો તેને જીદ્દી કહે છે.
  
  એક જૂની કહેવત યાદ આવે છે "માતા-પિતા જેવું  શીખવાડે તેવું જ તેના બાળકોમાં આવે" સાથે-સાથે આપણે ભૂતકાળ ને પણ વર્તમાન સાથે સરખાવતા હોઈએ છીએ . મેં હમણાં થોડો સમય પહેલા  ટ્રેનમાં અમદાવાદ થી વેરાવળ આવતો હતો,  ત્યારે નોંધ કર્યું કે હું  પણ બધી જ વસ્તુમાં સરખાવું છુ .  મને વિચાર આવ્યો  કે "ટ્રેન કરતા બસમાં જવાની વધારે મજા આવે છે ."  ભાગવત ગીતા માં લખેલું છે તે પ્રમાણે  'મનુષ્યે સુખ અને દુખમાં એક  સમાન રહેવું જોઈએ." પણ આ બધું આપણે માત્ર ઔપચારિક રીતે વાચી જઈએ છે !! અને આનું પાલન નથી કરતા.  આવું કેમ બને છે??

 એક ઉદાહરણ જોઈએ  "પ્રિયા એ એક વખત તેના બોયફ્રેન્ડ જય ને કહ્યું "મને તો બધા ઘરમાં એમ જ કહે છે કે તું આ હિરોઈન ની જેવી લાગે છે, મારા કઝીન ભાઈ અને બહેન પણ એમ જ કહે છે" આ સાંભળીને જય ને કાંઈ સમજાતું જ ન હતું એટલે જવાબમાં તેને વધુ નાં કહ્યું બસ એટલું જ કહ્યું "સારું કહેવાય!!"  જય એવું માનનારો વ્યક્તિ છે કે આપણે બીજાની સાથે અને ખાસ કરી સેલેબ્રીટી સાથે શું કામ સરખાવતા હોઈએ છીએ? અલબત, હોય છે ઘણાખરા લોકોના ચહેરા મળતા આવે છે અને એ પણ કોઈ સેલેબ્રીટી સાથે મળતો આવે એ એક સારા માં સારી વાત કહેવાય પણ જય ને તો પ્રિયા માં કોઈ બીજી વ્યક્તિ નહિ ફક્ત પ્રિયા ને જ જોવી છે અને એ કોઈ સેલેબ્રીટી સાથે પ્રેમ નથી કરતો એ તો ફક્ત પ્રિયા ને જ ચાહે છે . એક બોલવા માટે સારું લાગે છે અને સારું લાગવું પણ જોઈએ પણ જય અને પ્રિયા (આમ તો દરેક કપલ) જેવું તો કોઈ જ નાં થઇ શકે તે પણ હકીકત છે." 
 
   આપણે હંમેશા ભૂતકાળ ને વર્તમાનની સાથે  સરખાવીએ છીએ તો એ ભૂતકાળ થઇ ગયો એ સમય હવે ચાલી ગયો છે . જો આપણે  વર્તમાનમાં પણ ભૂતકાળ ને યાદ કરશું તો આ વર્તમાનને પણ થોડી વાર બાદ ભવિષ્યમાં ભૂતકાળ તરીકે સરખાવતા રહેશું . આ એક નિરંતર બનતું જશે અને એક પ્રકારની આદત ઘર કરી જશે . અને એક ડાયલોગ છે " આદત ને જો સમય પર ન બદલી જાય તો એ સ્વભાવ બની જાય છે ." અને સ્વભાવ  ને બદલવો મુશ્કેલ છે પણ નામુમકીન તો નથી જ!  કેમ કે તે આપણા પર રહેલું છે કે આપણે શું કરવું?  ટેવને વહેલી તકે બદલવી કે નહિ ?  બાકી સરખાવવાનું તો આપણે જેટલું વધારે કરીશું તેટલું વધવાનું જ છે . ભલે પછી તે માતા-પિતા હોય, બોયફ્રેન્ડ કે ગર્લ ફ્રેન્ડ હોય કે કોઈ ચીજ, વસ્તુ કે પદાર્થ હોય .

  બસ, આપણી જાતને, આપણી પરિસ્થિતિ ને  જેવી હોય તેવી સ્વીકારી અને જીંદગીનો પુરેપુરો આનંદ માણીએ .....    

Saturday 13 July 2013

21 મી સદી દેખાડો કરવાની સદી?

    21 મી સદી, જ્ઞાન ની સદી?
    21 મી સદી, વિજ્ઞાન ની સદી?
                  કે 
   21 મી સદી, દેખાડો કરવાની સદી?

એક પતિ-પત્ની(કપલ યુ નો!) હતા  બન્ને  નોકરિયાત. બંનેનો પગાર પણ ઘણો સારો હતો . બન્ને રોજ સવારે નોકરી પર જાય અને સાંજે પાછા ફરે આ જીંદગી (રૂટીન લાઈફ યાર) થઇ ગઈ હતી . તેઓ એક ખુબ જ સારી અને વૈભવશાળી જીંદગી જીવતા હતા . તેઓના ઘરમાં કોઈ ચીજ કે વસ્તુની કમી ન હતી . જે ખરીદવું હોય તે ગમે ત્યારે ખરીદી શકે, બહાર જવા માટે ટુ-વ્હીલ, કાર, ઘરમાં ફ્રીઝ, વોશિગ મશીન, બેડરૂમમાં પણ એસી, એલ સી ડી, હોલમાં મોટું 32 ઇંચનું એલસીડી, સોફા સેટ, વેગેરે.... બધું જ હતું જે ખુશી અને સુખ આપી શકે તેવી  તમામ ચીજો અને વસ્તુઓ હતી પણ પત્ની ને થોડોક સમયથી માનસિક રીતે, મન માં, દિલ માં, હ્રદય માં કોઈ ખુશી ની કે શાંતિ ની, સુખ ની લાગણી ન હતી . કાંઇક કચવાટ અનુભવાતો હતો, દુખ જેવું લાગ્યા કરતુ . થોડી વાર માં ઉદાસી મનમાં આવી જતી અને નેગેટીવ વિચારોથી મન ઘેરાય જતું .(આમ, પણ કહેવાય છે ને કે "સ્ત્રીઓ હંમેશા દિલથી વિચારે છે, જયારે પુરુષો દિમાગથી) તેણી એ અનેક વાર પતિ ને કહી આ વાત પણ પતિ દરેક વખતે એવું કહી દેતો કે "આ તારો વહેમ છે, આપની પાસે બધું તો છે જેનાથી આપણ ને ખુશી અને સુખ મળે જ છે (આવું કદાચ દરેક પતિ તેની પત્ની ને કહેતા હશે) અને આ બધું જ આખરે તો તારા માટે તો છે" પત્ની છેલ્લા શબ્દો સાંભળી માની પણ જતી .

     છતાં એક દિવસ તેણી નોકરી પરથી વહેલી  ઘરે આવી ગઈ અને ફરીથી નેગેટીવ (નકારાત્મક) વિચારોનો ફલો (પ્રવાહ) શરુ થઇ ગયો અને તેણીએ નક્કી જ કરી લીધું કે " આજે તો કાંઇક નિર્ણય કરવો જ છે ." પતિ જયારે ઘરમાં મોડો આવ્યો ત્યારે તેણીએ એકદમ ગુસ્સા સાથે કહ્યું "મને મનથી ખુશી જોઈએ છે, મનમાં સુખ જોઈએ છે, આપની જીંદગી એક મશીન જેવી બની ગઈ હોય તેવું લાગે છે રોજ સવારે ઉઠીને ફક્ત એક જ કામ?

આપણી બાહ્ય જિંદગીમાં તો આપણે  ખુશ છીએ પણ એ બધુ બીજાને દેખાડવા માટે ખુશ રહીએ તેવું લાગી રહ્યું છે . આપણી અંદર મનમાં, દિલમાં આપણને જરા પણ સુખી નથી અને જ્યાં સુધી આપણને આપણા  મનમાં ખુશી કે સુખ ની લાગણી નહિ ઉદભવે ત્યાં સુધી આ બધી જ મોઘીદાટ ચીજો કે વસ્તુઓ ગમે તેટલી વસાવી લઈએ છતાં નકામી છે અને રહેશે !!!

     આવું જ કાંઇક અત્યારે આપણા  બધાની જિંદગીમાં થઇ રહ્યું છે . આપણે  બીજાને ખુશ કરવા અથવા બીજાને દેખાડવા બધી બાહ્ય વસ્તુઓ ખરીદવા લાગ્યા છે પણ મનમાં, હૃદયમાં, દિલમાં તો બીજાના માટે ફક્ત ને ફક્ત નફરત, વેર-ઝેર (અને ક્યારેક તો મારી નાખવાની ભાવના) ભરેલા હતા અને હોય છે (રહેશે તેવું નાં કહી શકાય) એનું શું??

   ઘણા લોકો તો સમાજમાં પોતાની પ્રતિષ્ઠા  વધારવા એક અલગ સ્ટેટસ ઉભું કરવા માટે ખુશ રહેવાની અને સુખ આપે તેવી વસ્તુઓ ખરીદવા લાગ્યા છે!!! એવું નથી કે પૈસા ન કમાવા જોઈએ કે અમીર ન બનવું જોઈએ પણ એટલા બધા અમીર ન બનવું કે જેનાથી આપણે જ આપણા મન ને શેનાથી ખુશી કે સુખ મળે તેની ખબર નાં હોય . આપણને જે કામમાંથી ખુશી કે સુખ મળતું હોય તે કરવું જોઈએ નહિ કે બીજાઓને દેખાડવા માટે!!! 
    

Monday 8 July 2013

તમારું કામ પતાવાનું છે ને? કેટલા આપશો?

તમારું કામ પતાવાનું છે ને? કેટલા આપશો?

એક ભાઈ અને તેનો સન સ્કુટરમાં જતા હતા . વચ્ચે ટ્રાફિક આવ્યું એટલે તેઓએ ત્યાં બ્રેક મારી પણ ત્યાં સુધીમાં તેઓં  ટ્રાફિક સિગ્નલ ની લાઈન ની આગળ ચાલ્યું ગયું અને ટ્રાફિક પોલીસવાળા  ભાઈ ની પાસેથી નીકળ્યા પણ તેઓં કાઈ બોલ્યા નહિ એટલે  સ્કુટરવાળા ભાઈ સામેથી તેઓની પાસે ગયા અને કહ્યું "મે ટ્રાફિક સિગ્નલ ની લાઈન ક્રોસ કરી છે તેનો દંડ કેટલો ભરવાનો?" ત્યારે પોલીસવાળા ભાઈ એકદમ ચોંકી ઉઠ્યા અને તેઓને કહ્યું "ભાઈ કોણે જોયું? કોઈને નથી ખબર જાવ તમે". ત્યારે સ્કુટરવાળા ભાઈ કહે છે કે,   "અરે, સાહેબ બીજા કોઈએ જોયું કે ન જોયું મારા સને તો જોયું ને અને જે આપણે શીખવશું તે જ તે મોટો થઇ ને કરશે ને!!" આ દ્રશ્ય છે "ફરારી કી સવારી" ફિલ્મનો જેમાં શર્મન જોશી તે સ્કુટર ડ્રાઈવ કરતો હોય છે અને તેનો સન પાછળની સીટ પર બેઠો હોય છે .  આ ફિલ્મમાં આ દ્રશ્ય બહુ જ સરસ રીતે દર્શાવવામાં આવ્યું હતું જેને આપણે બધાએ એક મનોરંજનની દ્રષ્ટીએ જોઇને ભૂલી પણ ગયા .

   આવું જ અત્યારે કરપ્શન (ભ્રષ્ટાચાર)ની બાબતમાં થઇ રહ્યું છે . આપણા શાળાના પાઠ્ય-પુસ્તકમાં બહુ ગર્વ થી લખેલું હોય છે કે " ભ્રષ્ટાચાર, લાંચ લેવી કે આપવી તે બંને ગુનો બને છે ." પણ વાસ્તવિકતા તો   પુસ્તકનાં વાક્ય થી બિલકુલ અલગ છે!!!! આપણે અત્યાર સુધી ગવર્મેન્ટ સીસ્ટમ ને બદલવાની કોશિશ કરી પણ તેમાં તો બદલાવ નાં અંશો પણ નથી દેખાતા . તો હવે આપણે ગવર્મેન્ટ સીસ્ટમ ને નહિ પણ પાઠ્ય-પુસ્તકમાં થોડો ફેરફાર કરવો પડશે કેમ કે જે પ્રમાણે આપણે કામ કરશું તેવું જ બાળકો પણ કરશે (એવી મારા ખ્યાલ થી કહેવત છે !!!) શાળા નાં પાઠ્ય-પુસ્તકમાં " ભ્રષ્ટાચાર, લાંચ લેવી કે આપવી તે બંને ગુનો બને છે ." તેવું પુસ્તકમાં લખેલું હોય તેના છેલ્લા પાના પર આટલું જ નોંધી દેવું જોઈએ " વાસ્તવિકતા તદન અલગ હોય છે . રીયલ લાઈફમાં તમારે સરકારી ઓફિસમાં કાઈ કામ હોય તો ભ્રષ્ટાચાર તો કરવો જ પડશે!"
 હે? હે? હે???

   બોસ આપ બધા કહેશો કે આવું લખવું તો શક્ય નથી . OK તો પછી ક્યાંક તો બદલાવ લાવવો જ પડશે ને .
એક શાળાનો વિદ્યાર્થી દસ-દસ વર્ષોથી એક જ વાત જાણતો હોય છે કે  ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ પણ   જયારે તે પોતે રીયલ લાઈફમાં (વાસ્તવિક જીવનમાં) આવે છે ત્યારે ખબર પડે છે કે અહિયાં તો આના વગર  છુટકો જ નથી !!!.

   સ્કુલના સ્ટાફ રૂમમાં પણ ક્યારેક આવી ચર્ચાઓ ચાલતી હોય છે કે કાલે ફલાણા સાહેબ ને આટલા રૂપિયા આપ્યા ત્યાર બાદ કામ પત્યું ત્યાં બીજા સાહેબ કહેશે અરે ભાઈ પહેલા જ એટલા આપી દીધા હોત તો ક્યારનુય તમારું કામ પતી ગયું હોત" હા સાહેબ તમારી વાત બિલકુલ સાચી છે .

  શાળાની વાત કરીએ છીએ તો હાલમાં જેમ નવી-નવી શાળાઓ પણ ખુલવા લાગી છે અને જેટલી ટુથપેસ્ટ  
કે જીન્સ ની જાહેરાત આવે છે તેમ શાળાઓ ની પણ જાહેરાત આવે છે . લાગે છે હવે શિક્ષણ નો એક પ્રકારનો વેપાર ખુલ્લે આમ શરુ થઇ ગયો છે . અને એમાં પણ હરીફાઈ થવા લાગી છે આટલા ટકા આવે તો વિદ્યાર્થીને આવતા વર્ષ ની અડધી ફી માફ અથવા કોઈ નવી શાળા હોય તો પહેલો નંબર આવે એને સ્કુટર, બીજા નંબરવાળા ને લેપટોપ આપવામાં આવશે . આવી સરસ મજાની સ્કીમ દેખાડી પછી તો વિદ્યાર્થી પણ એક મશીનની જેમ જ મહેનત કરવા લાગી જાય અને એ મશીન ક્યારેક એવું બંદ પડી કે કોઈ દિવસ ચાલુ જ ન થાય.

   3 ઇડીયટ્સ  ફિલ્મમાં પણ કહ્યું છે કે આ કોલેજ છે કાઈ પ્રેશર કુકર નથી .!!!      

Thursday 4 July 2013

જવાબદારી કે ટેન્શન

જવાબદારી કે ટેન્શન 
 
     આપણે બધા હાલના સમયમાં જવાબદારી ને એક ટેન્શન (ગુજરાતીમાં ચિંતા કહેવાય) તરીકે લેવા લાગ્યા છે . ખાસ કરીને લગ્ન ને પણ!!! એક દોસ્તની થોડા સમય પહેલા સગાઇ થઇ ત્યારે મેં તેને કહ્યું "હવે તો તને જલસા ને!!!" શું જલસા? એક ટેન્શન વધી ગયું રીચાર્જ કરાવવાનું અને તેને સાચવવાનું, તારી સગાઇ થશે ત્યારે તને ખબર પડશે કે આ ટેન્શન કેવું હોય છે." આવું લગ્ન કરેલા ની પણ આવી જ હાલત છે . લગ્ન બાદ જયારે એક-બે બાળકો આવે છે (લગભગ લગ્ન બાદ જ આવે ને !!!) એટલે વધારે બોલે છે "હવે તો આનું ટેન્શન છે."
        બોલો બાળકો પણ અત્યારે ટેન્શન બની ગયા છે . પછી બાળકો મોટા થાય એટલે તેને સ્કુલના એડમીશન  અને મુકવા અને લેવા જવાની ટેન્શન .બસ બોસ બહુ થઈ ગયું! ટેન્શન,ટેન્શન,ટેન્શન......... 
આના કરતા તો જીંદગી જ જીવાય નહિ .
 ખરેખર આ બધું ટેન્શન હતું જ નહિ,   આ બધી તો દરેક માણસની જવાબદારી હોય છે અને જેનો જન્મ થયો છે તેને આ જવાબદારી નિભાવવાની જ છે . પછી આપણે તેને ટેન્શન નું નામ આપી દઈએ કે ગમે તે બીજું, જે છે તે  નિભાવવાનું જ છે . પણ ટેન્શન કરતા જવાબદારી તરીકે કોઈ પણ વસ્તુને લઈશું તો તે થોડી હળવી લાગશે . ભલે તે પછી નોકરીની હોય કે છોકરીની, ઓફીસની હોય કે ધંધાની, બાળકોની હોય કે મમ્મી-પપ્પા ને સાચવવાની આ બધી જવાબદારીમાં આવે છે ટેન્શનમાં નહિ .
   ઘણા લોકો તો જીંદગી ને જ એક ટેન્શન માને છે કહે છે " આપણો જન્મ થયો ને ટેન્શન શરૂ ."  બોસ આપણે નાના હોઈએ ત્યારે વધારે શીખવાનું ઘરમાંથી જ હોય છે (સ્કૂલમાંથી તો ત્યાર પછી) તો જેવું આપણે  આપણા વડીલો પાસેથી શીખશું તેવું જ આપણામાં ઉતરશે . તેવું કહેવાય છે તો આપણે જો દિવસ દરમિયાન કામને એક "ટેન્શન" તરીકે લઈશું તો તેવું જ ઉતરવાનું છે બાળકોમાં પણ . એવું કહેવાય છે કે બાળકોમાં જેવું બીજ વાવો તેવું ઉગે તો શું આપને  ટેન્શનનું બીજ વાવવું છે કે જવાબદારીનું??  એ નિર્ણય સો એ સો ટકા આપનો જ રહેશે આખરે જીંદગી બધાજ ની   અલગ-અલગ છે અને વિચારધારા પણ અલગ-અલગ રહેવાની જ ..... 
  

Wednesday 3 July 2013

ડરના જરૂરી હે !!!


 ડરના જરૂરી હે !!!
ડર આ શબ્દ વાંચીને ઘણાને એવું લાગતું હશે કે આ કેમ પોઝીટીવમાંથી નેગેટીવ શબ્દ આવ્યો ?? પણ આપણે હંમેશા ડર ને નેગેટીવની દ્રષ્ટીએ જોઈએ છીએ . ક્યારેય આપણે ડર ને પોઝીટીવ દ્રષ્ટીએ નથી જોતા
જો આપણે ડર ને કાંઇક અલગ જ તરીકે જોઈએ તો.......  ઘણા કહેતા હોય છે કે "હું તો કોઈનાથી નથી ડરતો"
આ વાક્ય મે લગભગ બધા ના મોઢેથી સાંભળ્યું છે . જે પણ આવું વાક્ય બોલતા હશે તે બધાને હું કહેવા માંગુ છુ  કે  જ્યારે પણ કોઈ વ્યક્તિ આવું કહે તો માનવું કે તે અંદરથી બહુ જ ડરી ગયેલો છે  અને જયારે આવું બોલી રહ્યો છે ત્યારે પણ ડરી રહ્યો છે .
   ડર એ આપની  જિંદગી જીવવામાં ઘણી સારી મદદ કરે છે . ડર નાં કારણે જ આપણે  રોજ સવારે ઉઠી અને કામ પર જઇએ છીએ . ઘણાને વહેલા નહિ ઉઠી શકાય તેનો ડર હોય છે . ઘણાને વહેલા પહોચવાનો ડર હોય છે . તો વિદ્યાર્થીઓને સવાર-સવાર માં સ્કુલે મોડા થયા તો ટીચર શું સજા કરશે તેનો ડર હોય છે તો જે લોકો સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા હશે તેને બીજા દિવસે બજારમાં શું થશે તેનો ડર લાગતો હોય છે . અને ઘણી સ્ત્રીઓએ તેના પતિ માટે બનાવેલી રસોઈ પતિને કેવી લાગશે તેનો ડર અને એક મહત્વનું ડર જે પણ નાનું સીટી હોય ત્યાં બોયફ્રેન્ડ ને તેની ગર્લફ્રેન્ડને મળવાનો ડર ??
     જો આટલા  બધા ડર લાગતા હોય આપણને  તો પછી આપણે તો ડરપોક કહેવાયે!!  અને એક મહત્વનો ડર જે બધાને લાગતો હોય છે પૈસા કમાવવાનો . આપણે ડરપોક છીએ  કે તે નીડર એતો આપણે  આપણી  જાતે જ નક્કી કરવાનું છે પણ જો ડર નાં હોય તો આપણને જીંદગી જીવવાની જ મજા નથી આવતી . ઘણા ને  તો  બધાની સાથે હોય તો પણ ડર લાગતો હોય છે અને ઘણાને એકલતામાં પણ ડર લાગતો હોય છે આ બન્ને આપણી  જિંદગીમાં થોડા-થોડા અંશે હોવા  જોઈએ .  જો ડર નાં હોય તો ખરેખર આપણે  જીવી જ નાં શકીએ. ડર આપણ ને જાગૃત અવસ્થામાં  રાખે છે . ડર નાં કારણે તો આપને વધારે ને વધારે કામ કરવામાં તત્પર રહીએ છીએ .
    ઘણા એવું પણ કહેતા હોય છે કે "કોઈ પણ પોઝીશન માં ક્યારેય પણ ડરતા નહિ " તેઓને પણ મારું કહેવાનું છે કે જો ડર જ નાં હોય તો આગળ જ કઈ રીતે વધવું . આ બધામાં સૌથી અગત્યની વાત એ કહેવાની કે આપણા  જીવનમાં ડર ને એટલો બધો  પણ નાં વધવા દેવો જોઈએ કે આપણી  જિંદગીનો ગ્રોથ(GROWTH) અટકી પડે . જે પણ કામ કરવામાં આપને ડર લાગતો હોય તે કામ સૌથી પહેલા કરવું બાકી બધું જ કામ પછી કરવું કારણ કે જે આપને કામ કરવાનું છે તે કામ ને તમે જેટલા આગળ ઠાલવતા રહેશો એટલા જ તમે ડર નાં નિયંત્રણમાં આવતા જશો .
   હું ફરીથી કહી રહ્યો છુ "જે પણ કામ થી ડર લાગતો હોય તે સૌથી પહેલા કરવું" અને જે કામ કરવામાં ડર લાગતો હશે તે પૂર્ણ કરી લીધા બાદ જે આપને  ખુશી મળશે તે અલગ જ હશે અને આપની  જિંદગીમાં ડર ક્યાં જતો રહેશે તેનો પણ ખ્યાલ નહિ રહે .
      "જો ડર ગયા સમજો મર ગયા" આ ડાયલોગ તો બધાને યાદ જ હશે આ ફિલ્મમાં ગબ્બર પણ જય અને વીરુ થી ડરી ગયો હોય છે . મને એક વાત હજુ સુધી નથી સમજાતી કે 30-35 વરસ પહેલા પણ આવું જ કહેવાતું અને હાલમાં પણ આવું જ કહેવાય છે . કોઈ એ નથી કહેતા  કે ડર ની સામે જીતવું કઈ રીતે??
હા, મને ખ્યાલ છે ત્યાં સુધી જો ડરની સામે જીતવું હોય તો "જે કામ થી ડર લાગતો હોય તે જ કરવું "
    અરે બહુ લખાય ગયું . વધારે લખવામાં મને પણ આપ સૌનો ડર લાગી રહ્યો છે .