Monday 22 July 2013

વેરાવળમાં આવતી કાલે શાકમાર્કેટ માં હડતાલ !!!!

વેરાવળમાં આવતી કાલે  શાકમાર્કેટ  માં હડતાલ !!!!

 
  વેરાવળની શાક માર્કેટમાં સવારે જે હરાજી થાય છે તે બીજી બાજુ એટલે કે વેરાવળથી થોડે દુર સ્પેસ્યલ યાર્ડમાં ફેરવવાના કારણે તેઓએ (હરાજી કરતા વેપારીઓએ) વિરોધ કર્યો છે. (હા જે ત્યાં રોકાવાનો અને બીજો અલગ-અલગ પ્રકારનો જે ચાર્જ લેવાનો નક્કી કરવામાં આવ્યું છે તેનો ચોક્કસ વિરોધ કરવો જોઈએ જ.)  અને તે ત્યાં ન ફેરવાઈ તેવી માંગ કરી છે. તેના પગલાં રૂપે આવતી કાલે હરાજી જ નહિ થાય!! આ કારણસર શાક માર્કેટ બંધ રહેશે અને આમ પબ્લિક (સામાન્ય જનતા, કદાચ હરાજી કરતા વેપારી પણ આવી જાય!!) હેરાન થાશે એ અલગ !! (આમ પણ અત્યારે જ્યાં છે ત્યાં ચોમાસામાં તો ઠીક છે, શિયાળામાં અને ઉનાળામાં પણ એટલો જ ગંદવાડ હોય છે.)
   
     શું આ ખરેખર વાજબી ગણાય? આવી રીતે શાક માર્કેટ બંધ કરાવી ? અમુક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ "જો હરાજી કરવામાં આવશે તો તે લોકો બધું શાકભાજી ગાય ને ખવડાવી દેશે અથવા ફેંકી દેશે પણ વેચવા તો નહિ જ દે !!! બોલો . કદાચ એક દિવસ શાક માર્કેટ બંધ રાખવાથી કરોડો નું તો નહિ પણ લાખો રૂપિયાનું તો નુકશાન થવાનું જ ને ? અને આ બધું ભારણ સરવાળે આમ જનતા (તે વેપારીઓ પણ) નાં માથે જ આવવાનું . હા, સાથો-સાથ જેઓ રોજે-રોજ નું, મજુરી કરી ને શાકભાજી ખરીદે છે, તેઓને આ દિવસે શાક, બકાલું નહિ મળે એનું શું?
 
   દર વખતે આપણે જયારે પણ સરકારની કોઈ યોજના હોય, નવો જીલ્લો ઘોષિત કરવાનો હોય કે શાક માર્કેટ ની હરાજી નું સ્થાન બીજે ફેરવવાનું હોય તો આ બધામાં આપણા લોકો હડતાલ કરે છે પણ વેપારીઓના ધંધા કે કોઈ બીજું આવક નાં સાધન બંધ રાખી ને શા માટે  આંદોલન અથવા હડતાલ કરીએ છે? ક્યારેક જો હુલ્લડ જેવો માહોલ થાય ત્યારે પણ આપણે વેપારીઓની દુકાનો ને જ ટાર્ગેટ કરીએ છે અને નુકશાન કોઈ બીજાનું કરીએ છે? આપણે કંઈક અલગ રસ્તો પણ અપનાવી શકીએ વિરોધ દર્શાવવા માટે. જેમ કે જો આ જ શાક માર્કેટમાં હરાજી રાખવી હોય તો વેપારીઓએ લોકોનો.અને આમજનતા નો અભિપ્રાય(લોકશાહી યાર) પ્રમાણે કલેકટરને આવેદન પત્ર આપવું જોઈએ .. આ પણ એક રસ્તો છે જ પણ આપણે તો જ્યાં સુધી થોડું-ઘણું નુકસાન (કરોડો નું નહી તો લાખોનું) ન કરીએ અથવા કોઈ સરકારી ઓફીસ માં તોડ-ફોડ ન કરીએ ત્યાં સુધી તેને વિરોધ દર્શાવ્યો અથવા હડતાલ કરી એવું વર્તાતું જ નથી .

   એક જીદ્દી છોકરો જેમ પોતાની જિદ્દ પૂરી કરવા માટે આખું ઘર માથે ઉઠાવે છે અને જિદ્દ પૂરી કરે છે તેવી જ રીતે આપણે પણ આખા દેશ ને નહી તો રાજ્ય ને, રાજય ને નહિ તો જિલ્લા ને, જીલ્લો નહિ તો  શહેર ને માથે ઉપાડી ને પોતાની જિદ્દ પૂરી કરીએ છીએ અને ઉપરથી કહીએ છીએ "છોકરાઓ તો જીદ્દીલા હોય " પણ બોસ આવું તે શીખે છે કોની પાસેથી?

   જો કોઈ પણ વસ્તુનો વિરોધ દર્શાવવો જ હોય તો તેને બંધ કરીને નહી પણ 24*7 આખો દિવસ ચાલુ રાખીને પણ વિરોધ દર્શાવી શકાય. ભલે ગાંધીજી ના મત પ્રમાણે બંધ રાખીને જ વિરોધ દર્શાવી શકાય પણ એક કહેવત પ્રમાણે "સમય અનુસાર અથવા જમાના પ્રમાણે અથવા પરિસ્થિતિ પ્રમાણે માણસે બદલવું જ પડે છે . તો ગાંધીજી એ ત્યારના જમાના પ્રમાણે વિરોધ દર્શાવ્યો બંધ કરીને, તો તે ત્યારના સમય અનુસાર સો ટકા  સાચી રીત હશે પણ આજના સમય માં તો કાંઇક અલગ્ રીત હડતાલ ની લાવવી જ પડશેને કે પછી આપણે જીવીએ છે 21મી સદી માં, પણ હકીકતમાં છીએ તો આપણે 20મી સદી થી પણ જુના(ઓલ્ડ)!

   જો બીજું કાઈ  બદલી શકીએ કે નહી પણ આપણા દેશમાં જે આપણે જ ખાવાનું રોડ પર મળે છે તે તો બદલવું જ પડશે આપણે બધાએ .!!!!

1 comment:

  1. what are the options to "change"
    why don't we talk about action steps about what to do now which can make change happen now. if not entire than at least we can change part of it. that will be our march to better tomorrow.
    you can consider kaizen technology of Japan to implement in this issue to move towards positive solution.....

    ReplyDelete