Tuesday 16 July 2013

દરેક વ્યક્તિ કાંઇક અલગ હોય છે, તે બીજા જેવો હોય જા નાં શકે!!!

                    

 દરેક વ્યક્તિ કાંઇક અલગ  હોય છે, તે બીજા જેવો હોય જા નાં શકે!!!


 
   આપણે હંમેશા નાનપણથી એક-બીજાં ની  સાથે કોઈપણ વસ્તુ માં સરખાવતા હોઈએ છીએ . તે કોઈ પણ વસ્તુ હોય જેમ કે કપડા હોય તો આપણે બીજાને કહેતા હોઈએ કે "વાહ ભાઈ તને તો કોઈપણ કપડા સુટ કરે છે ને મને તો એક પણ સુટ નથી કરતા " ખાસ કરીને માતા-પિતા તેના બાળકો ને બીજાના બાળકો સાથે વધારે પડતા સરખાવા લાગ્યા છે કે " જો બેટા તારો ફ્રેન્ડ ભણવામાં હંમેશા પહેલો નંબર જ લાવે છે ને તું તો હંમેશા પાંચમો કે છટ્ઠો જ  લાવે છે  અથવા જો તે કેવો અલગ  પ્રવૃત્તિમાં ભાગ લે છે અને તું તો કોઈ બીજી પ્રવૃત્તિમાં ભાગ પણ લેતો નથી " આવી જ રીતે બાળકો પણ તેના માતા-પિતાને કહેતા હોય છે કે "પપ્પા  મારા ફ્રેન્ડનાં પપ્પા તો તેને જે જોઈએ  તે  લઈ દે  છે  અને તમે તો મને કાંઈ જ નથી લઈ આપતા". અને જેમ-જેમ તે બાળક મોટો થતો જાય છે એટલે તેના માતા-પિતા કહે છે કે તું બહુ જીદ્દી થઇ ગયો છે" ખરેખર શુરુઆત માતા-પિતા જ કરતા હોય છે કે જો પહેલો બાળક કેવો છે, આમ છે, તેમ છે વગેરે.... પછી જયારે બાળક સરખામણી કરે છે તો તેને જીદ્દી કહે છે.
  
  એક જૂની કહેવત યાદ આવે છે "માતા-પિતા જેવું  શીખવાડે તેવું જ તેના બાળકોમાં આવે" સાથે-સાથે આપણે ભૂતકાળ ને પણ વર્તમાન સાથે સરખાવતા હોઈએ છીએ . મેં હમણાં થોડો સમય પહેલા  ટ્રેનમાં અમદાવાદ થી વેરાવળ આવતો હતો,  ત્યારે નોંધ કર્યું કે હું  પણ બધી જ વસ્તુમાં સરખાવું છુ .  મને વિચાર આવ્યો  કે "ટ્રેન કરતા બસમાં જવાની વધારે મજા આવે છે ."  ભાગવત ગીતા માં લખેલું છે તે પ્રમાણે  'મનુષ્યે સુખ અને દુખમાં એક  સમાન રહેવું જોઈએ." પણ આ બધું આપણે માત્ર ઔપચારિક રીતે વાચી જઈએ છે !! અને આનું પાલન નથી કરતા.  આવું કેમ બને છે??

 એક ઉદાહરણ જોઈએ  "પ્રિયા એ એક વખત તેના બોયફ્રેન્ડ જય ને કહ્યું "મને તો બધા ઘરમાં એમ જ કહે છે કે તું આ હિરોઈન ની જેવી લાગે છે, મારા કઝીન ભાઈ અને બહેન પણ એમ જ કહે છે" આ સાંભળીને જય ને કાંઈ સમજાતું જ ન હતું એટલે જવાબમાં તેને વધુ નાં કહ્યું બસ એટલું જ કહ્યું "સારું કહેવાય!!"  જય એવું માનનારો વ્યક્તિ છે કે આપણે બીજાની સાથે અને ખાસ કરી સેલેબ્રીટી સાથે શું કામ સરખાવતા હોઈએ છીએ? અલબત, હોય છે ઘણાખરા લોકોના ચહેરા મળતા આવે છે અને એ પણ કોઈ સેલેબ્રીટી સાથે મળતો આવે એ એક સારા માં સારી વાત કહેવાય પણ જય ને તો પ્રિયા માં કોઈ બીજી વ્યક્તિ નહિ ફક્ત પ્રિયા ને જ જોવી છે અને એ કોઈ સેલેબ્રીટી સાથે પ્રેમ નથી કરતો એ તો ફક્ત પ્રિયા ને જ ચાહે છે . એક બોલવા માટે સારું લાગે છે અને સારું લાગવું પણ જોઈએ પણ જય અને પ્રિયા (આમ તો દરેક કપલ) જેવું તો કોઈ જ નાં થઇ શકે તે પણ હકીકત છે." 
 
   આપણે હંમેશા ભૂતકાળ ને વર્તમાનની સાથે  સરખાવીએ છીએ તો એ ભૂતકાળ થઇ ગયો એ સમય હવે ચાલી ગયો છે . જો આપણે  વર્તમાનમાં પણ ભૂતકાળ ને યાદ કરશું તો આ વર્તમાનને પણ થોડી વાર બાદ ભવિષ્યમાં ભૂતકાળ તરીકે સરખાવતા રહેશું . આ એક નિરંતર બનતું જશે અને એક પ્રકારની આદત ઘર કરી જશે . અને એક ડાયલોગ છે " આદત ને જો સમય પર ન બદલી જાય તો એ સ્વભાવ બની જાય છે ." અને સ્વભાવ  ને બદલવો મુશ્કેલ છે પણ નામુમકીન તો નથી જ!  કેમ કે તે આપણા પર રહેલું છે કે આપણે શું કરવું?  ટેવને વહેલી તકે બદલવી કે નહિ ?  બાકી સરખાવવાનું તો આપણે જેટલું વધારે કરીશું તેટલું વધવાનું જ છે . ભલે પછી તે માતા-પિતા હોય, બોયફ્રેન્ડ કે ગર્લ ફ્રેન્ડ હોય કે કોઈ ચીજ, વસ્તુ કે પદાર્થ હોય .

  બસ, આપણી જાતને, આપણી પરિસ્થિતિ ને  જેવી હોય તેવી સ્વીકારી અને જીંદગીનો પુરેપુરો આનંદ માણીએ .....    

No comments:

Post a Comment