Thursday 4 July 2013

જવાબદારી કે ટેન્શન

જવાબદારી કે ટેન્શન 
 
     આપણે બધા હાલના સમયમાં જવાબદારી ને એક ટેન્શન (ગુજરાતીમાં ચિંતા કહેવાય) તરીકે લેવા લાગ્યા છે . ખાસ કરીને લગ્ન ને પણ!!! એક દોસ્તની થોડા સમય પહેલા સગાઇ થઇ ત્યારે મેં તેને કહ્યું "હવે તો તને જલસા ને!!!" શું જલસા? એક ટેન્શન વધી ગયું રીચાર્જ કરાવવાનું અને તેને સાચવવાનું, તારી સગાઇ થશે ત્યારે તને ખબર પડશે કે આ ટેન્શન કેવું હોય છે." આવું લગ્ન કરેલા ની પણ આવી જ હાલત છે . લગ્ન બાદ જયારે એક-બે બાળકો આવે છે (લગભગ લગ્ન બાદ જ આવે ને !!!) એટલે વધારે બોલે છે "હવે તો આનું ટેન્શન છે."
        બોલો બાળકો પણ અત્યારે ટેન્શન બની ગયા છે . પછી બાળકો મોટા થાય એટલે તેને સ્કુલના એડમીશન  અને મુકવા અને લેવા જવાની ટેન્શન .બસ બોસ બહુ થઈ ગયું! ટેન્શન,ટેન્શન,ટેન્શન......... 
આના કરતા તો જીંદગી જ જીવાય નહિ .
 ખરેખર આ બધું ટેન્શન હતું જ નહિ,   આ બધી તો દરેક માણસની જવાબદારી હોય છે અને જેનો જન્મ થયો છે તેને આ જવાબદારી નિભાવવાની જ છે . પછી આપણે તેને ટેન્શન નું નામ આપી દઈએ કે ગમે તે બીજું, જે છે તે  નિભાવવાનું જ છે . પણ ટેન્શન કરતા જવાબદારી તરીકે કોઈ પણ વસ્તુને લઈશું તો તે થોડી હળવી લાગશે . ભલે તે પછી નોકરીની હોય કે છોકરીની, ઓફીસની હોય કે ધંધાની, બાળકોની હોય કે મમ્મી-પપ્પા ને સાચવવાની આ બધી જવાબદારીમાં આવે છે ટેન્શનમાં નહિ .
   ઘણા લોકો તો જીંદગી ને જ એક ટેન્શન માને છે કહે છે " આપણો જન્મ થયો ને ટેન્શન શરૂ ."  બોસ આપણે નાના હોઈએ ત્યારે વધારે શીખવાનું ઘરમાંથી જ હોય છે (સ્કૂલમાંથી તો ત્યાર પછી) તો જેવું આપણે  આપણા વડીલો પાસેથી શીખશું તેવું જ આપણામાં ઉતરશે . તેવું કહેવાય છે તો આપણે જો દિવસ દરમિયાન કામને એક "ટેન્શન" તરીકે લઈશું તો તેવું જ ઉતરવાનું છે બાળકોમાં પણ . એવું કહેવાય છે કે બાળકોમાં જેવું બીજ વાવો તેવું ઉગે તો શું આપને  ટેન્શનનું બીજ વાવવું છે કે જવાબદારીનું??  એ નિર્ણય સો એ સો ટકા આપનો જ રહેશે આખરે જીંદગી બધાજ ની   અલગ-અલગ છે અને વિચારધારા પણ અલગ-અલગ રહેવાની જ ..... 
  

No comments:

Post a Comment