Saturday 13 July 2013

21 મી સદી દેખાડો કરવાની સદી?

    21 મી સદી, જ્ઞાન ની સદી?
    21 મી સદી, વિજ્ઞાન ની સદી?
                  કે 
   21 મી સદી, દેખાડો કરવાની સદી?

એક પતિ-પત્ની(કપલ યુ નો!) હતા  બન્ને  નોકરિયાત. બંનેનો પગાર પણ ઘણો સારો હતો . બન્ને રોજ સવારે નોકરી પર જાય અને સાંજે પાછા ફરે આ જીંદગી (રૂટીન લાઈફ યાર) થઇ ગઈ હતી . તેઓ એક ખુબ જ સારી અને વૈભવશાળી જીંદગી જીવતા હતા . તેઓના ઘરમાં કોઈ ચીજ કે વસ્તુની કમી ન હતી . જે ખરીદવું હોય તે ગમે ત્યારે ખરીદી શકે, બહાર જવા માટે ટુ-વ્હીલ, કાર, ઘરમાં ફ્રીઝ, વોશિગ મશીન, બેડરૂમમાં પણ એસી, એલ સી ડી, હોલમાં મોટું 32 ઇંચનું એલસીડી, સોફા સેટ, વેગેરે.... બધું જ હતું જે ખુશી અને સુખ આપી શકે તેવી  તમામ ચીજો અને વસ્તુઓ હતી પણ પત્ની ને થોડોક સમયથી માનસિક રીતે, મન માં, દિલ માં, હ્રદય માં કોઈ ખુશી ની કે શાંતિ ની, સુખ ની લાગણી ન હતી . કાંઇક કચવાટ અનુભવાતો હતો, દુખ જેવું લાગ્યા કરતુ . થોડી વાર માં ઉદાસી મનમાં આવી જતી અને નેગેટીવ વિચારોથી મન ઘેરાય જતું .(આમ, પણ કહેવાય છે ને કે "સ્ત્રીઓ હંમેશા દિલથી વિચારે છે, જયારે પુરુષો દિમાગથી) તેણી એ અનેક વાર પતિ ને કહી આ વાત પણ પતિ દરેક વખતે એવું કહી દેતો કે "આ તારો વહેમ છે, આપની પાસે બધું તો છે જેનાથી આપણ ને ખુશી અને સુખ મળે જ છે (આવું કદાચ દરેક પતિ તેની પત્ની ને કહેતા હશે) અને આ બધું જ આખરે તો તારા માટે તો છે" પત્ની છેલ્લા શબ્દો સાંભળી માની પણ જતી .

     છતાં એક દિવસ તેણી નોકરી પરથી વહેલી  ઘરે આવી ગઈ અને ફરીથી નેગેટીવ (નકારાત્મક) વિચારોનો ફલો (પ્રવાહ) શરુ થઇ ગયો અને તેણીએ નક્કી જ કરી લીધું કે " આજે તો કાંઇક નિર્ણય કરવો જ છે ." પતિ જયારે ઘરમાં મોડો આવ્યો ત્યારે તેણીએ એકદમ ગુસ્સા સાથે કહ્યું "મને મનથી ખુશી જોઈએ છે, મનમાં સુખ જોઈએ છે, આપની જીંદગી એક મશીન જેવી બની ગઈ હોય તેવું લાગે છે રોજ સવારે ઉઠીને ફક્ત એક જ કામ?

આપણી બાહ્ય જિંદગીમાં તો આપણે  ખુશ છીએ પણ એ બધુ બીજાને દેખાડવા માટે ખુશ રહીએ તેવું લાગી રહ્યું છે . આપણી અંદર મનમાં, દિલમાં આપણને જરા પણ સુખી નથી અને જ્યાં સુધી આપણને આપણા  મનમાં ખુશી કે સુખ ની લાગણી નહિ ઉદભવે ત્યાં સુધી આ બધી જ મોઘીદાટ ચીજો કે વસ્તુઓ ગમે તેટલી વસાવી લઈએ છતાં નકામી છે અને રહેશે !!!

     આવું જ કાંઇક અત્યારે આપણા  બધાની જિંદગીમાં થઇ રહ્યું છે . આપણે  બીજાને ખુશ કરવા અથવા બીજાને દેખાડવા બધી બાહ્ય વસ્તુઓ ખરીદવા લાગ્યા છે પણ મનમાં, હૃદયમાં, દિલમાં તો બીજાના માટે ફક્ત ને ફક્ત નફરત, વેર-ઝેર (અને ક્યારેક તો મારી નાખવાની ભાવના) ભરેલા હતા અને હોય છે (રહેશે તેવું નાં કહી શકાય) એનું શું??

   ઘણા લોકો તો સમાજમાં પોતાની પ્રતિષ્ઠા  વધારવા એક અલગ સ્ટેટસ ઉભું કરવા માટે ખુશ રહેવાની અને સુખ આપે તેવી વસ્તુઓ ખરીદવા લાગ્યા છે!!! એવું નથી કે પૈસા ન કમાવા જોઈએ કે અમીર ન બનવું જોઈએ પણ એટલા બધા અમીર ન બનવું કે જેનાથી આપણે જ આપણા મન ને શેનાથી ખુશી કે સુખ મળે તેની ખબર નાં હોય . આપણને જે કામમાંથી ખુશી કે સુખ મળતું હોય તે કરવું જોઈએ નહિ કે બીજાઓને દેખાડવા માટે!!! 
    

No comments:

Post a Comment