Thursday 5 September 2013

શબ્દો થી જીંદગી સુધારી પણ શકાય અને........!!!!


   શબ્દો થી જીંદગી સુધારી પણ શકાય અને........!!!!


શબ્દો ની રમત આપણા  જીવનમાં કેવી રીતે ભાગ ભજવે છે એ તો કેવા પ્રકારના શબ્દો આપણને મળે છે તેના ઉપર જ નભેલું હોય છે . શબ્દો પણ  બે (2) પ્રકારના હોય છે પોઝીટીવ અને નેગેટીવ . પોઝીટીવ શબ્દો આપણી જિંદગીમાં પ્રગતી લાવે છે. અને નેગેટીવ શબ્દો જિંદગીને અધોગતિ તરફ લઇ જાય છે .એ પણ જરૂરી છે કે જો આપણ ને મળતા નેગેટીવ શબ્દો ને જો આપણે  પોઝીટીવ લઈએ  તો રીઝલ્ટ પણ પોઝીટીવ મળી શકે . એ બધું આપની ઉપર રહેલું છે .અને એમાં જો આપણને પોઝીટીવ પ્રકારના શબ્દો જેને આપણે  સૌથી વધારે ચાહતા હોઈએ તે લોકો તરફથી મળે તો તેની અસર અનેક ગણી વધી જતી હોય છે. અને આપણે એવું કાંઇક  કરીએ છીએ જે ઈતિહાસ બની જતું હોય છે.


   નેથાનીયલ હાવવોર્ન નામના વ્યક્તિને એક દિવસ તેને તેની કસ્ટમની નોકરીમાંથી કાઢી  મુકવામાં આવ્યો . ત્યારે તે તેની પત્ની સોફિયાના પાસે આવ્યો અને કહ્યું "આજે મારી કસ્ટમની નોકરી ચાલી ગઈ છે." આવું સાંભળતા જ તેની પત્નીએ કહ્યું "સારું થયું ને તું હવે તારું પુસ્તક લખી શકશે" " પણ પુસ્તક લખતા તો વાર લાગે ત્યાં સુધી શું ખાઈશું?" ત્યારે તેણીએ નોટોની થપ્પી બહાર કાઢી  અને કહ્યું ":આ જો આટલા નાણા થી આપણે  એક વર્ષ આરામથી જીવીશું. તું લખવા લાગ આવતીકાલ તો તારી જ છે." પત્નીના વિશ્વાસભર્યા  શબ્દો શાભળી તેનું હયું છલ્કાયું અને એ રીતે અમરિકન સાહિત્યની શ્રેષ્ઠ નવલકથાઓમાંની એક નો જન્મ થયો : "ધ સ્કાર્લેટ લેટર!"

  એવું જરૂરી નથી કે આવા શબ્દો ફક્ત એક પત્ની પાસેથી જ મળે, બની શકે કે આપને આપની માતા કે બહેન પાસેથી પણ મળે ત્યારે પણ એની અસર એવી જ થાય છે. અહિયાં આપણે કોઈ એક નેગેટીવ કહાની ની પણ વાત કરી શકીએ પણ મારો ઉદેશ્ય આપને ફક્ત પોઝીટીવ ઉર્જા જ આપવાનો છે તેથી અહિયાં કોઈ પણ પ્રકારની એવી કહાની રજુ કરવા નથી માંગતો કે જેનાથી નેગેટીવ ઉર્જા મળે.હા એવા શબ્દો નો હું અહિયાં જરૂર ઉલ્લેખ કરીશ કે જે આપણને નેગેટીવ ઉર્જા તરફ ધકેલતા હોય . જેમ કે, આપણી જીંદગી કેટલી દિવસે ને દિવસે "અઘરી" બનતી જાય છે?, આ ભણવાનું કેટલું "અઘરું" છે?, આપણી  કારકિર્દી કેટલી "મહેનત" માંગી લે છે? વગેરે....આ ત્રણ વાક્યમાં અઘરી, અઘરું, મહેનત શબ્દનાં સ્થાન પર "સહેલું" શબ્દ મુકીને ફરીથી વાંચજો આપને ખરેખર સહેલું લાગવા માંડશે અને ઘણું સારું પણ લાગશે અને જે સારું અને સહેલું લાગતું હોય તે બધું જ પોઝીટીવમાં સમાવેશ થાય છે. અને બાકી રહેલું નેગેટીવ .

  ખરેખર જો વિચારશું તો ખ્યાલ પડશે કે આપણે બધા આપણી  જિંદગીમાં આવા અનેક પ્રકારના શબ્દો બોલી-બોલી ને જ નેગેટીવ વાતાવરણ ઉભું કરીએ છીએ બાકી જીંદગી તો પહેલા પણ જીવવી સહેલી હતી, સહેલી છે, અને રહેશે . આપને આપની જીંદગી કેવી બનાવવી છે અઘરી કે સહેલી? બંને પસંદગી આપની ઉપર રહેલી છે. આપ ચાહો તો આપની જીંદગી અઘરી બનાવી શકો છો અને ચાહો તો સહેલીમાં સહેલી પણ બનાવી શકો છો .આપણને નાનપણથી જ જીંદગી વિષે એવું સમજાવવામાં આવે છે કે "જીંદગી જીવવી તો બહુ અઘરું કામ છે.", "ભણવું પણ બહુ અઘરું છે.ભણવા માટે તો બહુ મહેનત કરવી પડે." શું છે બાળકને શ્વાસ તો લેવા દો! શું કામ આવું બધું કહેવામાં આવે છે?  નાનપણથી જ જો આવા અઘરા-અઘરા શબ્દો નો પ્રહાર થાય તો આખી જીંદગી  નું શું? કોઈ પણ વ્યક્તિને કોઈ પણ અઘરમાં  અઘરું કામ કરાવવું હોય તો તેને ફક્ત એટલું જ કહી ને જોજો "મને વિશ્વાસ છે કે તમે આ કામ કરી શકશો, ભલે કદાજ અઘરું હશે પણ તમારા માટે તો સહેલું જ છે અને તમારાથી જ આ પૂર્ણ થશે." બસ, આટલા શબ્દો કહેતા જ એ કામ એ વ્યક્તિ કેટલી ખંત થી કરી દેશે તેને પોતાને પણ નહિ માલુમ પડે.


 
  "આપણે  એવું વિચારી લઈએ  કે આ કામ હું નહિ કરી શકું, તો પછી ખરેખર જ કાદાચ આપણે એ કામ ન પણ કરી શકીએ, પરંતુ જો આપણે એમ વિચારીએ કે આ કામ હું કરી જ શકીશ, તો કદાચ આપણી પાસે  શરૂઆતમાં એવી ક્ષમતા ન હોવા છતા આપણે  એ કામ કરવા માટે જરૂર સક્ષમ બની શકીએ છીએ."
                                                                                                                            ---ગાંધીજી