Saturday 3 August 2013

જીવવું હોય તો સ્વાર્થી બનો!!!!


 જીવવું હોય તો સ્વાર્થી બનો!!!!

       "હું સ્વાર્થી નથી, પણ હું એમ કહેવા માંગું  છુ કે...." આવા પ્રકારના ઘણા વાક્યો ઘણાના મોઢે સાંભળ્યા હશે અને ક્યારેક-ક્યારેક હું પણ કહી દઉ છુ . એક જોતા એવું લાગે કે સ્વાર્થ વગર માણસ જીંદગી જ નાં જીવી શકે!! આપણે બધાને જીવવા માટે શ્વાસ લેવો પડે છે એટલે જીવવા માટેનો પહેલો "સ્વાર્થ"! પછી આપણે દુનિયાને સારું દેખાવા માટે (કોઈક ને એક સ્પેશ્યલ માટે) સારામાં સારા વસ્ત્રો પહેરીએ તો સારું દેખાવા માટે નો "સ્વાર્થ"!  આપણને એક તરફથી આવું શીખવવામાં આવ્યું કે "માણસે  સ્વાર્થી ન બનવું જોઈએ", અને  બીજી તરફથી આવું શીખવવામાં આવે છે કે ડીગ્રી નહિ હોય તો નોકરી નહિ મળે (એમ લાગે છે કે બધા ડીગ્રીવાળાઓને નોકરી કેમ મળી ગઈ હોય!), નોકરી નહિ મળે તો પગાર નહિ મળે અને પગાર નહિ મળે તો જીંદગી કેમ જીવશું??, ઓફીસમાં કોઈ બીજાને પોતાની બદલે પ્રમોશન મળી જાય, ત્યારે મનમાં બોલાય જાય કે આ તો મને મળવાની જરૂર હતી આ ડફોળ ને શું ખબર પડે!!!,  જોયું ને બધી જ જગ્યાએ કાંઇક ને કાંઇક "સ્વાર્થ" તો આવ્યો જ ને!!!
     
        આમ તો આપણો જન્મ જ સ્વાર્થ થી થાય છે ઘણા માતા-પિતા કહેતા હોય કે ""હે ભગવાન દીકરો આપ જે"" (અમુક ને બાદ કરતા). બોલો બોસ જોયું ને ભગવાનની એક અનમોલ ભેટમાં પણ "સ્વાર્થ"  અરે અત્યારે તો સ્વાર્થ ત્યાં સુધી વધી ગયો છે કે બધા એમ જ કહે છે "જેવા સાથે તેવા બનો " તો જ જીવાય આ દુનિયામાં. મતલબ કે કોઈએ આપણી સાથે સારું વર્તન કે સારું કાર્ય ન કર્યું હોય તો આપણે પણ સામે એવું જ કરવાનું!!!

   
     "शिवशंकर को जिसने पूजा उसका ही उद्धार हुवा, अंत काल को   भवसागर ने उसका बेडा पार हुवा"
જોયું ભગવાનના ગીતમાં પણ "સ્વાર્થ"!!! જો તમે  ભગવાનની પૂજા, અર્ચના, પ્રાથના (છોકરીઓ નહિ હો!!)
કરશો તો જ  તમારો બેડો પાર થશે . વા વા વા!!! હમણાં "પવિત્ર શ્રાવણ માસ" શરુ  થવાનો છે. (એવું લાગે છે કે બીજા બધા મહિના તો "અપવિત્ર" કેમ હોય !!!) ઘણા લોકો આ મહીનામાં શિવની લિંગ ને  દૂધ ની ગંગા થી નવડાવી દેશે  (ગરીબો ને ભલે નાં મળે પણ ત્યાં તો ચડાવું જ જોઈએ!!)  અને કહેતા હોય કે  " આ મહિનામાં મંદિરે જવાથી આપણી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે। " (ભલે ને પછી આખું વર્ષ પથારીમાં સુતા રહે!!!) આવ્યું ને અહિયાં પણ સ્વાર્થ . જ્યાં પણ તમે નજર ફેરવશો ત્યાં બધે જ તમને સ્વાર્થ  નજરે પડશે જ. તો પછી આપને એમ તો નાં જ કહેવું જોઈએ કે "હું સ્વાર્થી નથી"  
 
આપણે એક રીતે સ્વાર્થ ને ચક્રવ્યુહમાં અભિમન્યુ ની જેમ (યાદ છે ને!) ફસાય ગયા છે અને કહીએ છીએ કે "માણસે સ્વાર્થી ન બનવું જોઈએ"!!!! અત્યારે તો ફેસબુક પર પણ સ્વાર્થ નું પ્રમાણ વધતું ગયું હોય એવું લાગે છે માનો કે તમે કાંઇક અપડેટ કર્યું અને જો તમે કોઈ બીજાના અપડેટમાં લાઈક(LIKE) કે કમેન્ટ(COMMENT) ન કરી હોય તો તમારા કરેલા અપડેટમાં પણ લાઈક કે કમેન્ટ નહિ મળે.બોલો ત્યાં પણ "સ્વાર્થ"!!!!

1 comment: