Wednesday 10 September 2014

આને શ્રદ્ધા કહેવી કે અંધશ્રદ્ધા તે તમારી ઉપર છે!!

   વેરાવળમાં આ અગિયારસના દિવસે રામદેવ પીરની ધજાનો રથ નિકળવાનો છે જે વર્ષોથી મારા જન્મના પણ પહેલાથી રામદેવ પીરની ધજા ચડાવવાનો “ધજાગરા” ના નામથી ઓળખતો તહેવાર છે. જેની તૈયારી અઠવાડીયા કે દસ દિવસ અગાઉથી ચાલતી હોય. સટા બજાર, લાઈબ્રેરી વિસ્તાર, ટાવર ચોક વગેરે… બધે જ સ્થળોએ મોટા-મોટા બેનર લગાવી ને પૂર જોશથી જાહેર જનતાને વધામણી આપવામાં આવે છે. આપણે અહિયાં એ તહેવાર વિષે વાત નથી કરવાની. આપણે વાત કરવાની છે આ તહેવારની એક વાત જે સત્ય હકીકત સ્વરૂપે હું નાનો હતો ત્યારથી મને સતાવતી હતી. ત્યારે પણ મને સમજાતું ન હતું અને અત્યારે પણ નથી સમજાતી એવું એક સત્ય જે આપની સમક્ષ અત્રે રજૂ કરવા જઇ રહ્યો છું. એ સત્ય વિષે કાઇંક કહું એ પહેલા હું એટલું કહેવા માંગુ છું કે “હું અહિયાં રામદેવ પીરના રથનો બિલકુલ પણ વિરોધ નથી કરતો”.
                આજથી પાંચ કે સાત વર્ષ પહેલા મારી ફરસાણની દુકાન ડાયમંડ ટોકીઝની ગલીમાં, સ્ટેટ બઁક ઓફ સૌરાષ્ટ્ર(ત્યારે SBS, SBIમાં મર્જર નહોતી થઈ!)ની સામેની ગલીમાં દુકાન હતી. પહેલા મારા ફાધર દુકાને બેસતા ત્યારે આ તહેવાર પર તેઓ દુકાન ખુલ્લી રાખતા પણ જ્યારથી મારા મોટાભાઇ (જેને હું ક્યારેય પણ નહીં ભૂલી શકું!) અને ત્યાર બાદ હું દુકાન પર બેસતો ત્યારથી આ તહેવાર પર અમે બપોરે સાડા બાર કે એક (૧૨ :30 કે 0૧ :૦૦) કલાકે દુકાન વધાવી લેતા અને પછી જ્યારે સાંજે પાંચ કે સાડા પાંચ (0૫:૦૦ કે ૦૫:૩૦) કલાકે રથ ટાવર ચોક બાજુ આવી જતો ત્યારે દુકાન ખોલતા.
                જે વાત મને નથી સમજાતી તે હવે તમે કહેશો “કા ભાઈ રામદેવ પીર ભગવાનનો રથ નીકળે અને તમે દુકાન વધાવી લો? એવું કેમ?” ઓકે. ઓકે. એકચ્યુંલી રથ નીકળવાના સમયે અમે એક દુકાન વધાવી નથી લેતા, વેરાવળના હ્રદય સમાન એવી વખરીયા બજાર (પેલા બપોરે જ હવે તો આખો દિવસ વધાવી લે છે.) પછી બપોર આસપાસ સટા બજાર નો સુભાષ રોડના લગભગ તમામ દુકાનો વધાવી લે છે એ સમયમાં કારણ કે જ્યારે આ રથ નીકળે છે ત્યારે તેમાં જે લોકો દારૂ પીધેલા હોય તે મન-ફાવે તે રીતે અબીલ અને ગુલાલ ઉડાડે છે અને અમને ઊડે તો કઈં વાંધો નહીં પણ જે વેચવાની વસ્તુ છે તે ઉપર પણ તે લોકો મન ફાવે તેમ ઉડાડે અને વસ્તુઓને બગાડે.
                હવે, વખરીયા બજારના એક વેપારીએ મને કહ્યું “ભાઈ, જો આખો દિવસ દુકાન બંધ ના રાખીએ તો આ લોકો તોડ-ફોડ કરશે અને ગાળો બોલશે એ અલગ અને ઝગડો કરશે કેમ કે અહિયાં તો આ દિવસે બધા દારૂ પીધેલા જ પડ્યા હોય છે. તો જવા દો તેના કરતાં તો એક દિવસ ઘરે આરામ કરીએ. ”
                બોલો! આ કેટલા અંશે યોગ્ય કહેવાય કે કોઈ તહેવારમાં વેપારીઓને પોતાની દુકાનો બંધ રાખવી પડે! અને અમુક તો એવું કારણ આપે છે “અરે એ તો એની શ્રદ્ધાથી બંધ રાખે છે.” સાહેબજી શરદ્ધાથી નહીં પરાણે બંધ રાખે છે એ ખબર છે? અને ઉપરથી બીજા દિવસે ન્યૂઝ પેપરમાં મોટા મથાળે આ રથ વિષેની વર્ષો જૂની પરંપરા વિષે માન-સન્માનથી લખવામાં આવે છે પણ કોઈનું ધ્યાન ત્યાં કેમ નથી જતું કે દુકાનો શા માટે બંધ રહે છે? આ લોકો તહેવારમાં આટલો દારૂ શા માટે પીવે છે? શું દારૂ પીવાનું રામદેવ પીરે કહેલું છે? જો આપ ચેક કરો તો લગભગ બધાની પાસેથી એક નાની તો નાની દારૂની બોટલ જરૂર મળશે.
                હવે, આને શ્રદ્ધા કહેવી કે અંધશ્રદ્ધા તે તમારી ઉપર છે!!

No comments:

Post a Comment