Tuesday 15 July 2014

લાઇફનું બેલેન્સ ચેક કરતું રહેવું જોઈએ!!!

લાઇફનું બેલેન્સ ચેક કરતું રહેવું જોઈએ!!!

જ્યાં પ્રેમ છે, ત્યાં  ઝઘડો છે, ગુસ્સો છે, અને જ્યાં ગુસ્સો છે, ત્યાં પ્રેમ તો અચૂક જ છે. જ્યાં સંઘર્ષ છે, ત્યાં સફળતા તો અચૂક જ છે., જ્યાં પ્રકાશ છે, ત્યાં અંધકાર છે જ  અને જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ આવતો જ હોય છે. અમાસની રાત્રીમાં ચંદ્ર દેખાતો નથી, ત્યાં પુનમની રાત્રીમાં ચંદ્ર પૂરે-પૂરો ગોળ અચૂક જ દેખાય છે. જેનો સવાલ હોય છે, તેનો જાવાબ ક્યાક ને ક્યાક રાઈ ના ઢગલામાં સંતાયેલો હોય છે. જ્યાં શાંતિ/સુખ છે, ત્યાં અશાંતિ/દુખ છે. જ્યાં અશાંતિ/દુખ છે, ત્યાં શાંતિ/સુખને તો આવવું જ પડતું હોય છે. જેમ બધે જ ખરાબ લોકો નથી હોતા તેમ બધે જ સારા લોકો પણ નથી મળવાના. જ્યાં આસ્તિકતા છે ત્યાં નાસ્તિકતા રહેલી છે, અને જ્યાં નાસ્તિકતા છે ત્યાં આસ્તિકતાનો સમાવેશ થયેલો હોય છે. કારણ કે જો તમે નાસ્તિક હોવ તો પહેલા આસ્તિક હોવાના પછી જ નાસ્તિકતાનો ઉદભવ થશે. મસ્તિકમાં માં જ્યાં સારા વિચારો હોય ત્યાં ખરાબ (થોડા-ઘણા, મહંદ અંશે, ખૂણે ખાચરે) વિચારો પણ હોવાના…

      બસ, બસ, બસ કરો સ્ટોપ ધીસ. બહુ થયું આમ છે તો તેમ છે અને તેમ છે તો આમ છે  જ.  આ બધુ તો બધાને ખબર જ છે. કાઇંક નવું જોઇએ અમારે. આવી જ વાતો બધાના દિમાગના તરંગોમાં, લહેરોમાં, મોજાઓમાં ઉઠી જ હશે. હવે આવે છે પિક્ચરનો ઓરીજનલ મુદ્દો, આવડા નાનકડા એવા લેકચર્સનો તાત્પર્ય, ભાવાર્થ : કે આ દુનિયામાં, એક્ચ્યુલી આમ તો આપણાં બધાની જિંદગીમાં બેલેન્સ, સંતુલન રાખવું જરૂરી બનતું હોય છે, કદાચિત આપણે સંતુલન ના જાળવી શકીએ પણ ઓટોમેટિક (જેમ કે પ્રેમીને પ્રેમિકાની યાદમાં ખાવાનું ન ભાવે એવું ઓટોમેટિક) સંતુલન જળવાઈ જ જતું હોય છે જે તે પરિસ્થિતી કે સંજોગો પ્રમાણે..
    મારા ફાધર હમેશા કહેતા હતા અને કહે છે કે “જો દુનિયામાં બધે જ સારા લોકો હોય તો દુનિયા એક તરફ ઢળી જાય તેથી ખરાબ લોકોથી બેલેન્સ, સંતુલન જળવાઈ રહે” ક્યારેય કોઈએ એ વિચાર્યું છે કે શું કામ આપણને બે(૨) પગ મળ્યા છે? એક પગ વડે ચાલી ન શકાય? આનો જવાબ કદાચ કોઈ અપંગ વ્યક્તિ જેને એક પગ નથી હોતો તે સારી રીતે આપી શકશે. પણ મારા ખ્યાલ મુજબ બીજો પગ આપણને મળેલો છે શરીરનું સંતુલન જાળવવા માટે. લેટ્સ એક્ષ્પ્લેયન ઈટ આપણે ચાલવા કે દોડવા માટે જ્યારે એક પગ આગળ વધારીશું તો બીજા પગને પણ આપણે આગળ વધારવાનો જ રહ્યો તો જ આપણે આગળ  ચાલી શકીશું. ક્યાય એ સાંભળ્યુ છે કે એક પગ વડે દોડીને કોઈએ દોડની રેસ જીતી? એ કદાચિત શક્ય નથી કારણ કે  જ્યાં સુધી બે પગ વચ્ચે સંતુલન, બેલેન્સ ના જળવાઈ તો તમે દોડી કેવી રીતે શકો? ક્યારેક એક પગ પર થોડી વાર ઊભા રહીને તો જો જો… જો પ્રેકટીશ નહીં હોય તો તરત જ થકી જવાશે અને તરત જ બીજો પગ નીચે પડી જાશે અને થાક ઉતારી દેશે અને બેલેન્સ જળવાઈ જાશે અને તરત જ રાહત નો શ્વાસ લેવાય જાશે.
    ક્યારેય પક્ષીઓમાં એક પાંખ જોઈ છે? ક્યારેય ગાય, ભેસ, બળદ મતલબ પશુઓમાં એક શિગડા જોયા છે? આમાથી એક પગ, પાંખ કે એક શિગડા ના હોય તો ચોક્કસ ચાલે અને જીવી પણ શકાય ખરું, પણ સંતુલન તો  ખોરવાઈ જ જવાનું!!
    જો પતિ/પત્ની ગુસ્સાવાળો/વાળી હોય,  અને પત્ની/પતિ શાંત હોય તો ચોક્કસ સંતુલન રહેશે પણ બન્ને જો ગુસ્સાવાળા હોય તો શું થાય એ તો કલ્પના જ કરવી રહી!! ઘણા લોકો ખાવા માટે જીવતા હોય છે, અને બીજા ઘણા લોકો જીવવા માટે ખાતા હોય છે. જો બધા જ  લોકો ખાવા માટે જીવતા હોય તો ખાવાનું ઘટવાનું અને અછત ઊભી થવાની અને મોંઘવારી પણ વધવાની. પણ સારું છે બીજા લોકો એવા છે જે જીવવા માટે ખાઈ છે અને કદાચ તેથી જ સંતુલન, બેલેન્સ જળવાઈ રહ્યું છે…         

 

No comments:

Post a Comment