Wednesday 10 September 2014

આશાઓ કે જંગલમે...

માણસ જન્મે છે ત્યારથી તેના જીવનમાં આશા, અપેક્ષા બંધાઈ જાતિ હોય છે. બાળક જન્મે એટ્લે તરત જ તેના માતા-પિતા કહેશે મારૂ બાળક આ દુનિયાનો સૌથી સુંદર છોકરો/છોકરી છે. અને ત્યારથી જ આપણે આશાઓના, અપેક્ષાઓના વાતાવરણમાં એક પોપટની જેમ ફસાઈ જઇએ છે. આ દુનિયામાં એક એક પણ એવી વ્યક્તિ નહી હોય જેની એક આશા કે અપેક્ષા નહી હોય (જો એવી વ્યક્તિ હોય તો તે કબ્રસ્તાનમાં મળી શકે!) કમ સે કમ બીજાઓ માટે નહીં હોય પણ પોતાના માટે તો જરૂર હશે જ.
              આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણા માતા-પિતાને અને બીજા સગા-વહાલાઓને ખુશ કરવા માટે હમેંશા સારામાં સારા માર્ક્સ લાવીએ છીએ અને આશાના, અપેક્ષાના ચુંગલમાં ફસાતા જઈએ છે. પછી થોડાક મોટા થઇએ એટ્લે કોલેજકાળમાં ગર્લફ્રેંડને લઈને ઘણી બધી આશાઓ બાંધવા માંડીએ છીએ. અને લક બાય ચાન્સ (ફરહાન અખ્તરનું પેલું મૂવી નહીં હો.) જો ગર્લફ્રેંડ સાથે મેરેજ થઈ ગયા એટ્લે તરત જ ફેમેલી પ્લાનિંગની આશા, પછી જ્યારે આપણે એક બાળક તરીકે જન્મ્યા હતા તેવો જ એકાદ-બે વર્ષમાં ડાયલોગ અને તેના પ્રત્યેની આશાઓ કે સપનાઓ સજાવા લાગી જઈએ છે.
                એક્ચ્યુલી, આપણે આશા, અપેક્ષા નામના જંગલમાં જ આખી જિંદગી ભટક્યા કરીએ છીએ જેમાથી ક્યારેય પણ રસ્તો શોધી ને બહાર નથી નીકળી શકતા. અને કેવી રીતે નીકળવું આ ભુલભુલયામાથી તે લગભગ કોઈને ખ્યાલ નથી તથા જેણે શોધી લીધું છે તે બધા અત્યારે લગભગ ઉપર બેઠા છે. કદાચ આપણે આપણા માટે આશા બાંધીએ તે વાત તો ગળે ઉતરે પણ બીજાઓ માટે પણ આપણી આશાનો થપ્પો દિવસે ને દિવસે વધતો જ જાય છે.
                જેવી આપણા માતા-પિતાને આપણી પાસે આશાઓ હોય છે. તેવું જ પુનરાવર્તન આપણે આપણા બાળકો પ્રત્યે પણ કરીએ છીએ અને કદાચિત તેઓને પણ અસલી, ઓરીજનલ વિશ્વ, દુનિયાનું દર્શન કરવવામાં આપણે નિષ્ફળ જઈએ છે.

No comments:

Post a Comment