Wednesday, 14 August 2013

1980 AND 2013, ANY DIFFERENCE???



सच ही वास्तविकता का अर्थ हें ---- मेइन इन ब्लेक 3


   1980ના  જમાનામાં અને અત્યારના હાલના જમાનામાં કાંઈ  જાજો ફર્ક નથી લાગતો. અલબત,  ફર્ક જરૂર પડ્યો છે ત્યારના જમાનામાં ઈન્ટરનેટ નું ચલણ આટલું વ્યાપક ન હતું, મોબાઈલ ફોન, સેલફોન કે એન્ડ્રોઈડ ફોન તો ઘણા દુર ની વાત છે ફક્ત એક બીએસએનએલ નું લેન્ડ લાઈન(ડબલું યાર!!!) હોય તો પણ એનું બહુ મોટું માન ગણાતું . આજે આપણે નાં છુટકે ત્યાર અને અત્યારનાં જમાના નું કમ્પેરીઝન (સરખામણી!!!) કરવી જ પડશે કારણ કે સંજોગો અને પરિસ્થિતિ જ એવી ઉભી થઇ ગઈ છે .

  ભલે ગમે તેટલી ટેકનોલોજી નવી આવે, ભલે ગમે તેટલી આપણી લાઈફ- સ્ટાઈલ બદલાઈ 21 મી સદી પ્રમાણે, પણ આપણી  બધાની માનસિકતા, વિચારધારા ત્યારના જમાના પ્રમાણે અને અત્યારના જમાના પ્રમાણે મહદઅંશે જ બદલી છે .  બાકી કહી શકાય કે 90% જેટલી વિચારધારા ત્યારના જમાનાની જ ચાલતી આવી છે . થોડા દિવસો પહેલા ફેસબુક પર એક સ્ટેટસ અપડેટ કર્યું હતું તે ફરીથી અહિયાં દોહરાવું છે " 1980 ના દશકની બોલીવુડ ફિલ્મોના વિલન(ગુંડા) અને અત્યારની ફિલ્મના વિલનમાં કાઇ જાજો  ફર્ક નથી.
ત્યારે જો કોઈ હીરો પોલીસ ઓફિસર ના રોલમાં  હોય અને જો તે વિલન પર વળતો વાર કરે તો વિલન ત્યારે પણ પર્સનલ (વ્યક્તિગત) દુશ્મની નહિ,  બલકે ફેમીલી ને ટાર્ગેટ કરતા તેવી જ અત્યારની ફિલ્મોમાં  પણ બની રહ્યું છે .!!!! આજે કાંઈ  ફિલ્મોની વાતો નથી કરવી કેમ કે ફિલ્મો વિષે વધુ માહિતી અને વધારે કાંઈ  ખબર નથી પડતી. બસ, જોવા નું મન થાય એટલે જોય નાખ્યું એવું થાય છે અત્યારે!!! ફિલ્મને પણ મોટા ભાગના  એન્ટરટેઈનમેન્ટ (મનોરંજન!) ની દ્રષ્ટીએ જ જુએ છે પરંતુ હકીકતે એવી ઘણી બધી ફિલ્મો બની છે, બની રહી છે અને બનશે જ જે કાંઈક ને કાંઈક શીખવતી જતી હોય છે આપણને  બધાને જીંદગી વિશે, આપણી માનસિકતા, વિચારધારા વિશે .



1) શાદી કે બરબાદી : "જો જીવનમાં સુખી રહેવું હોય તો લગ્ન ના કરતા " આવું ઘણાના (લગ્ન  કરેલા નાં તો ખાસ) મોઢે શાંભળ્યું હશે . આ તો એવો લાડુ છે "જે ખાય તો પણ પસ્તાય અને નાં ખાય તો પણ પસ્તાય". આવી બધી જૂની, પુરાની વાતો નથી કરવી .બાય ધ વે  ત્યારના જમાનામાં પણ આવી જ વાતો થતી હતી તો પણ બધા લગ્ન, શાદી, મેરેજ તો કરતા હતા, બાકી ભારત દેશની વસ્તી આટલી થોડી હોત!! જો આવું માનવા લાગ્યા હોત તો!  એક સીતેર વર્ષના દાદા એ પણ કહેલું કે શાદી એક બરબાદી જ છે બેટા, તેના કરતા તો લગ્ન કરાય જ નહિ (તેઓને તો ચાર દીકરા છે!) એ ત્યારના જમાનામાં અને અત્યારના જમાનામાં પણ ઘણા એવા લોકો છે જ જે એવું જ વિચારે છે કે શાદી એક બરબાદી જ છે તેનું પ્રમાણ હમણા સાયબર કાફેમાં બેઠો હતો ત્યારે જ મળ્યું . બોલો તો શું ફર્ક રહ્યો ત્યારના જમાનામાં અને અત્યારના જમાનામાં???

2) દીકરી " "જો ભગવાને દીકરી ના બદલે દીકરો આપી દીધો હોત તો સારું હોત!) આ મેં મારા  કાને સાંભળેલી વાત છે .1980ના જમાનામાં પણ દીકરી કરતા દીકરો વધારે પ્રિય હતો અને દીકરા  માટે  લોકો ત્યારે અને અત્યારે પણ માનતાઓ રાખે છે . ત્યારે જો લોકોને ખબર પડી જતી કે ગર્ભમાં દીકરી છે તો એબોર્શન કરાવી નાખતા અને અત્યારે પણ તેનું પ્રમાણ એટલું જ છે!
    બોલો કાંઈ ફર્ક છે????


3) બાળકોને  ભણવું નથી ગમતું : 1980નાં દશકમાં પણ બાળકોને મારી-મારી ને ભણાવવામાં આવતા હતા અને અત્યારે 2013માં પણ હું જોઈ રહ્યો છુ કે બાળકોને આવી જ રીતે  ભણાવવાની પદ્ધતિ છે અમુક સ્થળે .
ઘણાના મોઢે સાંભળ્યું છે કે "ભણવું તો પડશે (મતલબ પરાણે!) જ" હું આજે કોઈ કારણ દર્શાવવા નથી માંગતો કે શામાટે બાળકોને ભણવું નથી ગમતું? મારી વાત તો એટલી જ છે કે ત્યારની પેટર્ન  (પદ્ધતિ) અને અત્યારની પેટર્નમાં છે કાંઈ ફર્ક?? હા, હોય છે અમુક બાળકો જેને ભણવું જ નથી હોતું ફક્ત રખડવું જ હોય કે પણ અત્યારે તો દરેકે દરેક બાળકને ભણવા કરતા ક્યાંક બીજા માં જ રસ હોય છે . તો ભૂલ ક્યાંક બીજે છે અને આપણે બધા કહીએ છે "એને તો ભણવું જ નથી ગમતું!!!"


4) ગરીબી :     "शिवाजी अब हमारा इंडिया मोर्डन ओर आधुनिक हो गया हें" ત્યાં જ કારની પાછલી સીટ માં બેઠેલા શિવાજી ને બારી નાં કાચની બહારથી ખખડાવતા ભિખારી નજરે પડે છે અને તે કાચ ખોલી તેને પૈસા આપી કહે છે "सबकुछ बदल गया पर ये नहीं गया "
શું કાંઈ ફર્ક પડ્યો છે ગરીબીમાં ત્યારની અને અત્યારની?
હા , ફર્ક જરૂર પડ્યો છે ગરીબ ઔર ગરીબ અને અમીર ઔર  અમીર બનતો જાય છે!!  




   


Saturday, 3 August 2013

જીવવું હોય તો સ્વાર્થી બનો!!!!


 જીવવું હોય તો સ્વાર્થી બનો!!!!

       "હું સ્વાર્થી નથી, પણ હું એમ કહેવા માંગું  છુ કે...." આવા પ્રકારના ઘણા વાક્યો ઘણાના મોઢે સાંભળ્યા હશે અને ક્યારેક-ક્યારેક હું પણ કહી દઉ છુ . એક જોતા એવું લાગે કે સ્વાર્થ વગર માણસ જીંદગી જ નાં જીવી શકે!! આપણે બધાને જીવવા માટે શ્વાસ લેવો પડે છે એટલે જીવવા માટેનો પહેલો "સ્વાર્થ"! પછી આપણે દુનિયાને સારું દેખાવા માટે (કોઈક ને એક સ્પેશ્યલ માટે) સારામાં સારા વસ્ત્રો પહેરીએ તો સારું દેખાવા માટે નો "સ્વાર્થ"!  આપણને એક તરફથી આવું શીખવવામાં આવ્યું કે "માણસે  સ્વાર્થી ન બનવું જોઈએ", અને  બીજી તરફથી આવું શીખવવામાં આવે છે કે ડીગ્રી નહિ હોય તો નોકરી નહિ મળે (એમ લાગે છે કે બધા ડીગ્રીવાળાઓને નોકરી કેમ મળી ગઈ હોય!), નોકરી નહિ મળે તો પગાર નહિ મળે અને પગાર નહિ મળે તો જીંદગી કેમ જીવશું??, ઓફીસમાં કોઈ બીજાને પોતાની બદલે પ્રમોશન મળી જાય, ત્યારે મનમાં બોલાય જાય કે આ તો મને મળવાની જરૂર હતી આ ડફોળ ને શું ખબર પડે!!!,  જોયું ને બધી જ જગ્યાએ કાંઇક ને કાંઇક "સ્વાર્થ" તો આવ્યો જ ને!!!
     
        આમ તો આપણો જન્મ જ સ્વાર્થ થી થાય છે ઘણા માતા-પિતા કહેતા હોય કે ""હે ભગવાન દીકરો આપ જે"" (અમુક ને બાદ કરતા). બોલો બોસ જોયું ને ભગવાનની એક અનમોલ ભેટમાં પણ "સ્વાર્થ"  અરે અત્યારે તો સ્વાર્થ ત્યાં સુધી વધી ગયો છે કે બધા એમ જ કહે છે "જેવા સાથે તેવા બનો " તો જ જીવાય આ દુનિયામાં. મતલબ કે કોઈએ આપણી સાથે સારું વર્તન કે સારું કાર્ય ન કર્યું હોય તો આપણે પણ સામે એવું જ કરવાનું!!!

   
     "शिवशंकर को जिसने पूजा उसका ही उद्धार हुवा, अंत काल को   भवसागर ने उसका बेडा पार हुवा"
જોયું ભગવાનના ગીતમાં પણ "સ્વાર્થ"!!! જો તમે  ભગવાનની પૂજા, અર્ચના, પ્રાથના (છોકરીઓ નહિ હો!!)
કરશો તો જ  તમારો બેડો પાર થશે . વા વા વા!!! હમણાં "પવિત્ર શ્રાવણ માસ" શરુ  થવાનો છે. (એવું લાગે છે કે બીજા બધા મહિના તો "અપવિત્ર" કેમ હોય !!!) ઘણા લોકો આ મહીનામાં શિવની લિંગ ને  દૂધ ની ગંગા થી નવડાવી દેશે  (ગરીબો ને ભલે નાં મળે પણ ત્યાં તો ચડાવું જ જોઈએ!!)  અને કહેતા હોય કે  " આ મહિનામાં મંદિરે જવાથી આપણી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે। " (ભલે ને પછી આખું વર્ષ પથારીમાં સુતા રહે!!!) આવ્યું ને અહિયાં પણ સ્વાર્થ . જ્યાં પણ તમે નજર ફેરવશો ત્યાં બધે જ તમને સ્વાર્થ  નજરે પડશે જ. તો પછી આપને એમ તો નાં જ કહેવું જોઈએ કે "હું સ્વાર્થી નથી"  
 
આપણે એક રીતે સ્વાર્થ ને ચક્રવ્યુહમાં અભિમન્યુ ની જેમ (યાદ છે ને!) ફસાય ગયા છે અને કહીએ છીએ કે "માણસે સ્વાર્થી ન બનવું જોઈએ"!!!! અત્યારે તો ફેસબુક પર પણ સ્વાર્થ નું પ્રમાણ વધતું ગયું હોય એવું લાગે છે માનો કે તમે કાંઇક અપડેટ કર્યું અને જો તમે કોઈ બીજાના અપડેટમાં લાઈક(LIKE) કે કમેન્ટ(COMMENT) ન કરી હોય તો તમારા કરેલા અપડેટમાં પણ લાઈક કે કમેન્ટ નહિ મળે.બોલો ત્યાં પણ "સ્વાર્થ"!!!!